અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમ દ્વારા આજરોજ તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત પરત કરેલ છે.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી

*અમરેલી સિટી પોલીસ સ્ટેશન દ્વારા પ્રજાસતાક દિવસ ની અનોખી ઉજવણી કરાઈ જાહેર જનતા ના સેવક બની ગુમ થયેલ લોકો ની કિંમતી મિલકતો પરત અપાવી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ ને સાર્થક કરાયો*તા.૧૫/૦૧/૨૦૨૫ ના રોજ રમેશચંદ્ર મગનલાલ ગંગાજળીયા પોતાનુ મોટરસાયકલ હિરો આઇ-સ્માર્ટ સિલ્વર કલરનું રજી.નં. GJ 04 CN3277 કિં.રૂ.૪૦,૦૦૦/- વાળુ અમરેલી માણેકપરા, સુદર્શન આંખની હોસ્પિટલ સામે મો.સા. પાર્ક કરેલ ત્યાથી ગુમ થયેલ હતુ ટેક્નિકલ સોર્સ ઇ-કોપ તથા સી.સી.ટીવી કેમેરા તેમજ કમાન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમ-અમરેલીના સહયોગથી કેમેરાની સઘન તપાસ ચલાવી તથા હ્યુમન સોર્સ દ્વારા ઉપરોક્ત મો.સા. કેરીયા રોડ ઉપરથી બીનવારશી હાલતમાં શોધી મુળ માલીકને અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમ દ્વારા આજરોજ તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત પરત કરેલ છે.
તા.૧૦/૧૨/૨૦૨૫ ના રોજ મેહુલભાઇ હકુભાઇ ચાવડા પોતાના કામ અર્થે અમરેલી લાઠી રોડ ઉપર પસાર થતા હોય ત્યારે પોતાનો OPPO કંપનીનો A53 મોબાઇલ કિં.રૂ.૧૫,૯૯૯/- પડી જવાથી ગુમ થયેલ હોય જે ટેક્નિકલ સોર્સ તથા CEIR પોર્ટલની મદદથી શોધી મુળ માલીકને અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમ દ્વારા આજરોજ ‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત પરત કરેલ ۵.
તા.૧૪/૦૬/૨૦૨૪ ના રોજ વિપુલભાઇ જીણાભાઇ સાથળીયા પોતાના કામ અર્થે અમરેલી મોટા બસ સ્ટેશન સામે સોડાની દુકાને હોય ત્યારે પોતાનો VIVO કંપનીનો 151 મોબાઇલ કિં.રૂ.૨૦,૦૦૦/- પડી જવાથી ગુમ થયેલ હોય જે ટેક્નિકલ સોર્સ તથા CEIR પોર્ટલની મદદથી શોધી મુળ માલીકને અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમ દ્વારા આજરોજ ‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત પરત કરેલ છે.
તા.૨૬/૧૨/૨૦૨૪ ના રોજ મેનાબેન વા/ઓ કાળુભાઇ ધોળકિયા પોતાના રહેણાંકેથી બાળકો રમતા રમતા પોતાનો OPPO કંપનીનો F3 મોબાઇલ કિં.રૂ.૫,૦૦૦/- તથા POCO કંપનીનો મોબાઇલ કિં.રૂ.3,000/- ગુમ થયેલ હોય જે ટેક્નિકલ સોર્સ તથા હ્યુમન સોર્સની મદદથી શોધી મુળ માલીકને અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમ દ્વારા આજરોજ ‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત પરત કરેલ છે.
તા.૧૭/૧૨/૨૦૨૩ના રોજ વિમલભાઇ જોષી પોતાના કામ અર્થે અમરેલી ચિતલ રોડ ઉપર પસાર થતા હોય ત્યારે પોતાનો SAMSUNG કંપનીનો A53 મોબાઇલ કિં.રૂ.૧૦,૦૦૦/- પડી જવાથી ગુમ થયેલ હોય જે ટેક્નિકલ સોર્સ તથા CEIR પોર્ટલની મદદથી શોધી મુળ માલીકને અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમ દ્વારા આજરોજ ‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત પરત કરેલ છે.
તા.૧૯/૦૧/૨૦૨૫ ના રોજ જયદેવભાઇ બંકેશભાઇ નિર્મળ પોતાના કામ અર્થે કેરીયા રોડ, મામાદેવના મંદીર પાસે પસાર થતા હોય ત્યારે પોતાનો ONE PLUS કંપનીનો 11R મોબાઇલ કિં.રૂ.૨૬,૦૦૦/- પડી જવાથી ગુમ થયેલ હોય જે ટેક્નિકલ સોર્સ તથા CEIR પોર્ટલની મદદથી શોધી મુળ માલીકને અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમ દ્વારા આજરોજ ‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત પરત કરેલ છે.
ભાવનગર રેન્જ આઈ.જી.ગૌતમ પરમાર તથા અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ અમરેલી જીલ્લામાં બનવા પામેલ મિલકત સબંધીત ગુમના બનાવોમાં મુદ્દામાલ રિકવર કરી મુળ માલીકને પરત કરી “તેરા તુઝકો અર્પણ” કાર્યક્રમને સફળ બનાવવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ નાઓ દ્વારા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય.જે અન્વયે અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર ડી.કે.વાઘેલા ની રાહબરી હેઠળ અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમ ASI રમેશભાઇ નશાભાઇ માલકીયા,PC ચિંતનકુમાર કનૈયાલાલ મારૂ,PC વનરાજભાઇ વલકુભાઇ માંજરીયા દ્વારા”તેરા તુઝકો અર્પણ”કાર્યક્રમ લક્ષી કામગીરી કરવામાં આવેલ