
પ્રજાસત્તાકદિનનાં સંદર્ભે કમાણી સાયન્સ કોલેજ નાં પ્રાધ્યાપક ડૉ.જ્વલંત જે. ત્રવાડીનાં નેતૃત્વમાં સમગ્ર અમરેલીનાં કરાઓકે ગાયકોએ આર્મી વેલ્ફેર ફંડ એકત્રિત કરવાનો એક સંકલ્પ કરેલ. જે સંદર્ભે *આર્મી વેલ્ફેર ફંડ કમિટી* નાં સભ્યો એ છેલ્લા એક સપ્તાહ થી જુદી જુદી સોસાયટીઓ, માર્કેટ, ઓફિસો માં ફરીને સૈનિક સેવા યજ્ઞ ની જહેમત ઉઠાવી. ફંડ બોક્સ માં રોકડ રકમ તથા ઓનલાઇન ફંડ પણ એકત્રિત કરવામાં તેઓએ અવિરત સેવા આપી.
પ્રજાસત્તાક દિવસે સવારે દસ વાગ્યાથી જૂના માર્કેટિંગ યાર્ડમાં “સૈનિક સેવા રથ” સાથે કરાઓકે સંગીતના સથવારે સંગીતમય સૈન્ય સેવા રેલી ની શરૂઆત કરવામાં આવી. જે દરમિયાન આ સંગીતમય રેલી શહેરનાં જુદા જુદા રાજમાર્ગો ઉપર ફરી, અને સાથે સાથે “આર્મી વેલ્ફેર ફંડ” પણ સ્વયં સેવકો દ્વારા એકત્રિત કરવામાં આવ્યું. રેલી દરમિયાન શ્રી કૌશિકભાઈ વેકરીયા જેવા મહાનુભાવો એ પણ વિશેષ હાજરી આપી તેમનું યોગદાન પણ નોંધાયેલું અને કાર્યકરો નો ઉત્સાહ વધરેલો. રેલી નું સમાપન બોપોરે અઢી કલાકે રાષ્ટ્ર ગીત નાં ગાયન સાથે કરવામાં આવ્યું.
સાત દિવસ નાં સમગ્ર સેવાયજ્ઞ દરમિયાન ડૉ. જ્વલંત જે. ત્રવાડી સાથે કિશન ખેર, વિજય સોલંકી, જતીન શેઠ, રશ્મીબેન્ન પરમાર, દીપક ભટ્ટ, પ્રિયકાન્ત વાઘેલા, આશિષ મકવાણા, કાશ્મીરાબેન સોની યતથા અન્ય સભ્યોએ ખૂબ જ જહેમત ઊઠાવી.
સમગ્ર કાર્યક્રમ નાં સામાન્ય ખર્ચ ને પહોંચી વળવા માટે કલેરીટી ફિન વેસ્ટ, પ્યોર પ્લસ સીંગતેલ ઓઇલ, મધુવન ગોલ્ડ આર્ટ અને શીતલ આઇસક્રીમનું આર્થિક યોગદાન મળ્યું તે બદલ કમિટી દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
સમગ્ર સેવાયજ્ઞ ની વાત , રજૂઆત લોકો સુધી પહોંચાડવા માટે વિશાલ ભાઈ મહેતા એ સતત મદદ આપી તે પણ સરાહનીય છે.
તારીખ 27 સાંજ સુધીમાં સમગ્ર સેવાયજ્ઞ દરમિયાન એકત્રિત કરવામાં આવેલ સમગ્ર યોગદાન અંકે રૂપિયા 77777 ભારત સરકાર નાં ગૃહ મંત્રાલય દ્વારા અધિકૃત પોર્ટલ ” ભારત કે વીર” ઉપર ભારતીય સેના , શહીદો ને અર્પણ કરવામાં આવશે અને સૈન્ય સેવા યજ્ઞ સંપન્ન થયેલો જાહેર કરવામાં આવશે.