અમરેલીગુજરાત

અમરેલીમા 9 વર્ષની બાળા સાથે દારૂ પીને દુષ્કર્મ કરતા પકડાયો શિક્ષક

લંપટ શિક્ષકની સાથે લંપટ લોકો પડદા પાછળ નો રોલ

• અમરેલીના ભારતનગરની શાળાના શિક્ષકને બાળકીના વાલીએ રંગેહાથ પકડ્યો : વંડા સ્કુલમાં ત્રણ બાળકો સાથે સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્ય બાદ વધુ એક કલંકિત ઘટના છેલ્લા આઠ દિવસથી બે બાળકી પર દુષ્કર્મ ગુજારી રહ્યો હતો : લંપટ શિક્ષકને લોકોએ ઘેરી પોલીસના હવાલે કર્યો
અમરેલી જિલ્લામા શિક્ષણ જગતને કલંકિત કરનારી એક પછી એક ઘટના સામે આવી રહી છે. વંડામા બાળકો સાથે સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્ય બાદ હવે અમરેલીમા નરાધમ શિક્ષકે ચાલુ શાળાએ દારૂના નશામા બે બાળકીને દારૂ પાઇ તેના પર વારંવાર દુષ્કર્મ આચરતા લોકોના ટોળાએ ભેગા થઇ શિક્ષકને પોલીસના હવાલે કર્યો છે અને મોડી સાંજે પોલીસે આ અંગે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
નરાધમ શિક્ષકે માત્ર ધોરણ 4મા ભણતી બે બાળાઓ સાથે દુષ્કર્મ આચર્યાની આ ઘટના અમરેલીના કુંકાવાવ રોડ પર આવેલી મસ્જિદ પરીસરમા બેસતી ભારતનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળામા બની હતી. અહી સ્કુલમા ધોરણ 1 થી 5મા માત્ર 17 બાળકો અભ્યાસ કરે છે. અને પ્રિન્સીપાલ ઉપરાંત મહેન્દ્ર કાવઠીયા નામનો શિક્ષક ફરજ બજાવે છે. અહી માત્ર એક જ વર્ગમા તમામ બાળકોને સાથે ધોરણ 1 થી 5 ભણાવાય છે. પ્રિન્સીપાલ રજા પર હોય શિક્ષક એકલો હતો ત્યારે રીસેસમા રૂમનો ઓરડો બંધ કરી તે એક બાળકી સાથે કુચેષ્ઠા કરી રહ્યો હતો. વાલીઓએ દોડી જઇ તેને રંગેહાથ ઝડપ્યો હતો.
આ શિક્ષક છેલ્લા આઠ દિવસથી બે બાળકી પર દુષ્કર્મ ગુજારી રહ્યો હતો. બાળકીના વાલીએ આક્ષેપ કર્યો હતો કે તે સ્કુલમા જ દારૂ પીએ છે અને એક બાળકીને પણ બે દિવસ પહેલા દારૂ પાયો હતો જેના કારણે તેને ઉલ્ટી થઇ હતી. બે દિવસ પહેલા એક બાળકીએ ઘરે વાલીને રડતા રડતા તેની સાથે શું થઇ રહ્યું છે તેની વાત કરી હતી. જેને પગલે આજે બપોરે વાલીઓ અને અન્ય લોકોએ રીસેસમા સ્કુલે પહોંચી દરવાજો ખેાલ્યો ત્યારે આ શખ્સના કપડા અસ્તવ્યસ્ત હતા. અને દરવાજો ખોલતા તેણે એક બાળકીને પોતાના પગ પાસે ટેબલ નીચે સંતાડી દીધી હતી.
આ શિક્ષક નાસી ન જાય તે માટે યુવાનોએ ફરતા તમામ રસ્તા પર પહેરો ગોઠવી દીધો હતો. અને બાદમા પોલીસને બોલાવી તેના હવાલે કરાયો હતો. વાલીઓએ કહ્યું હતુ કે તેની પાસેથી પ્રિન્સીપાલના રૂમમાથી દારૂની બે બોટલ પણ ઝડપાઇ હતી. આ શખ્સે પોતે એક ભાડાનો શિક્ષક રાખ્યો હતો જે તેના બદલે કલાસરૂમમા બાળકોને ભણાવતો પણ હતો. પોલીસ સુત્રોએ જણાવ્યું હતુ કે આ બારામા શિક્ષક સામે ગુનો નોંધવા પ્રક્રિયા શરૂ કરાઇ છે.

આ શિક્ષક દ્વારા મારી દીકરી અને પાડોશીની દીકરી સાથે છેલ્લા આઠ દિવસથી આવુ કૃત્ય કરવામા આવતુ હતુ. ગઇકાલે સાંજે રડતા રડતા મારી પુત્રીએ આખી વાત કરી હતી. આ શિક્ષકને રંગેહાથ પકડવા અમે બાળકીને આજે શાળાએ મોકલી હતી. બપોરના સમયે રીસેસમા તેણે રૂમનો દરવાજો બંધ કર્યો હતો. અમે પરિવારના લોકો તે સમયે સ્કુલમા ગયા હતા. દરવાજો ખોલતા જ અમારી બાળકીને તેણે પગ પાસે ટેબલ નીચે સંતાડી દીધી હતી. આ શિક્ષક નશો કરેલી હાલતમા હતો અને મારી પુત્રી સાથે ખરાબ કામ કરી રહ્યો હતો. તેના કપડા અસ્તવ્યસ્ત હતા. બે દિવસ પહેલા તેણે મારી પુત્રીને દારૂ પીવડાવ્યો હતો. તને શરદી છે અને શીરપ આપુ છું તેમ કહી દારૂ પીવડાવતા મારી પુત્રીને ઉલ્ટીઓ થઇ હતી. આવી વ્યકિતને ફાંસીની સજા થવી જોઇએ. આજે અમારી દીકરી સાથે બન્યુ છે, કાલે કોઇપણની દીકરી સાથે બની શકે છે. અમે પ્રિન્સીપાલની ઓફિસમાથી દારૂની બે બોટલ પકડીને દીધી છે. અને આ શિક્ષક ફરજ પર હતો ત્યારે પણ પીધેલી હાલતમા હતો.
શિક્ષક છાત્રાઓને મોબાઇલ પર ગંદી ફિલ્મો બતાવતો હતો
ભારનગનરની શાળામાંથી પકડાયેલા શિક્ષકની કામલીલાના અનેક કરતુતો બહાર આવ્યા છે. બાળાઓએ તેમના વાલીને એવુ પણ જણાવ્યું હતુ કે આ શિક્ષક મોબાઇલ પર તેમને ગંદી ફિલ્મો પણ બતાવતો હતો.
દીકરીએ ઘરે વાત કરતા પિતાએ રેકી કરી અમરેલી તાલુકા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ અમરેલીના ભારતનગરની શાળામાં ફરજ બજાવતો શિક્ષક મહેન્દ્ર કાબઠીયા ધોરણ ચારમાં ભણતી નવ વર્ષની બે બાળકીઓ પર છેલ્લા કેટલાક સમયથી દુષ્કર્મ ગુજારતો હતો. આ ઘટના અંગે એક દીકરીએ પોતાના ઘરે વાત કરી હતી. જેથી દીકરીના પિતાએ શાળામાં સંતાઇને રેકી કરી હતી.
અડપલા કરતા શિક્ષકને રંગેહાથ ઝડપ્યો આ દરમિયાન પિતાએ શિક્ષક મહેન્દ્ર કાબઠીયાને શાળાની ઓફિસમાં પોતાની દીકરી સાથે અડપલા કરતા રંગેહાથ ઝડપી લીધો હતો અને તુરંત ગ્રામજનો અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ અમરેલી રુલર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આરોપીને ઝડપી લીધો હતો. આ ઘટનાને લઇને શાળામાં અભ્યાસ કરતી અન્ય દીકરીઓના વાલીઓ પણ રોષે ભરાયા છે. જેમણે નરાધમને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે.

નરાધમ દવાના બહાને દારૂ પિવડાવતો આ ઘટના અંગે ભોગ બનનાર દીકરીના પિતાએ જણાવ્યું હતું કે, મહેન્દ્ર કાબઠીયા મારી દીકરી સાથે ખરાબ કામ કરતો હોવાની વાત દીકરીએ ઘરે કરી હતી. જેથી બીજા દિવસે હું શાળાએ ગયો હતો અને સંતાઇ ગયો હતો. આ બાદ શાળાની ઓફિસમાં મારી દીકરી સાથે અડપલા કરતા શિક્ષકને મેં રંગેહાથ ઝડપ્યો હતો અને બાદમાં પોલીસને જાણ કરી હતી. આ નરાધમ ઉધરસની દવાના બહાને દીકરીઓને દારૂ પિવડાવી આવું કૃત્ય કરતો હતો. આરોપીને ફાંસીની સજા આપવામાં આવે એવી અમારી માંગ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!