
બગસરામાં પાણી મામલે મહિલાઓએ થાળી વગાડી નગરપાલિકા સામે ઉગ્ર વિરોધ કર્યો
બગસરામાં એક મહિનાથી પાણી ન મળતા બ્રહ્મસમાજ પાસે રહેતાં રહીશો દ્વારા પાણી માટે વલખા મારી રહ્યા છે. જયારે પાણી ન મળવા પાછળ બગસરા પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. એક મહિના પહેલા ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું હતું, ત્યારથી લઇ આજ દિન સુધી પાલિકાએ આપેલા કનેક્શન તૂટી ગયેલ છે. . પાલિકાની ઘોર બેદરકારીના લીધે અહીંના રહીશોને પાણી ભરવા દૂર દૂર જવું પડે છે, જયારે પાલિકા પ્રમુખ પ્રતિનિધિને ફોન કરી ફરિયાદ કરતા તેમના દ્વારા કહેવામાં આવ્યું કે તમે ખાડો ગાળી નાખો અને અમે કર્મચારી મોકલીશુ. પાલિકા પ્રમુખ પ્રતિનિધિની આવા વર્તનથી મહીલાઓમા રોષ ફેલાયો હતો. મહિલાઓ થાળી વગાડી પાલિકા હાય-હાયના સત્રોચ્ચાર કર્યા હતા.