ઓપરેશન શીલ્ડ અન્વયે તા.૨૯ મે ના રોજ યોજાનાર
મોક ડ્રિલ અને બ્લેક આઉટ (અંધારપટ) સહિત તમામ કાર્યવાહી વહીવટી કારણોસર મુલતવી રાખવામાં આવી છે
…..
અમરેલી, તા.૨૮ મે, ૨૦૨૫
(બુધવાર) ઓપરેશન શીલ્ડ અન્વયે તા.૨૯ મે, ૨૦૨૫ ને ગુરુવારના રોજ યોજાનાર મોક ડ્રિલ અને બ્લેક આઉટ
(અંધારપટ) સહિત તમામ કાર્યવાહી વહીવટી કારણોસર મુલતવી રાખવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ સમગ્ર રાજ્યની સાથે અમરેલી જિલ્લામાં પણ મોક ડ્રિલ વહીવટી કારણોસર મુલતવી
રાખવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં આ માટેની નવી તારીખ વિશે આગામી સમયમાં જાણ કરવામાં આવશે.
આથી સંબંધિત સર્વેને નોંધ લેવા અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ છે.