
વિસાવદર વિધાનસભાની બેઠક પર 75,906 વોટ સાથે AAP ના ગોપાલ ઈવિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ બેઠક પર 75,906 વોટ સાથે આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયાની ભવ્ય
વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ બેઠક પર 75,906 વોટ સાથે આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયાની ભવ્ય જીત થઈ છે. જ્યારે ભાજપને 58,325 વોટ મળ્યા છે, જ્યારે કોંગ્રેસના માત્ર 5,491 જ મત મળ્યા છે. ત્યારે આ બેઠક પર ગોપાલ ઈટાલીયાની 17,581 મતે જીત થઈ છે.
ચર્ચીત સીટ એવી વિસાવદરની ચૂંટણીને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં આ બેઠક પર AAPના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે. ગોપાલ ઇટાલિયાની 17581 મતોની લીડથી જીત થઈ છે. ભાજપ આ વર્ષે પર કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે કોંગ્રેસ તો બધેથી સાફ થઈ રહી છે અહીં કોંગ્રેસને માત્ર 5,491 જ મત મળ્યા છે.આ બેઠક ખુબ જ મહત્વપૂર્ણ હતી કારણ કે આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું બાદ આ બેઠક ખાલી પડી હતી. ત્યારે હવે આ જ બેઠક પર આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયા જીતી ચૂક્યા છે.
વિસાવાદરમાં લાંબા સમયથી ભાજપના ધારાસભ્યને સત્તા મળી જ નથી ભાજપ છેલ્લા 18 વર્ષથી આ બેઠક જીતવા એડી ચોટીનું જોર લગાવી રહી છે પણ એકવાર ફરી આ બેઠક આમ આદમી પાર્ટીના ઉમેદવારે જીતી લીધી છે. ત્યારે વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની પ્રચંડ જીતથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે