
શેત્રુંજી નદીની રેતીના બોગસ પાસનું મસ મોટું કોભાંડ એક પાસ ના ૫૦૦ રુપયા માં કોનું કમીશન ખુલ્લેમાં શેત્રુજી નદીની રેતી કાયદેસર સ્ટોકમાં ગેર કાયદેસર સ્ટોક થાય અને ખુલ્લે આમ વહેચાય છે આ પણ મોટું કોભાંડ GPS માં મસ મોટું કોભાંડ
🛑 1. છોટા રિચાર્જ – એક ઢાલ કે ખુલ્લી પરમિશન?
- તા. 22 થી 30 સુધી / શેત્રુંજી નદી વિસ્તાર, રેતી કરવા ની કોણ છુટ આપી
- તંત્ર દ્વારા “છોટા રિચાર્જ”ના નામે પ્રતિ વાહન રૂ. 30,000ની વસુલાત થાય છે.
- આ રકમ લઈ ગુપ્ત છૂટ આપવામાં આવે છે કે નિયમિત રીતે ખુલ્લેઆમ રેતી ચોરી થાય.
- ઘણા સમયથી લોકોમાં આ બાબત ખુલ્લી ચર્ચાનો વિષય છે.
રાત્રે 2 થી સવાર 7 વાગ્યા સુધી શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી
- ખાસ કરીને ગાવડકા થી લીલીયા સુધી રાત્રિના સમયગાળામાં રેતીનું બેફામ ખનન.
- નદીના પાળે ડઝનેક ટ્રેક્ટર અને ડમ્પર જોઈ શકાય છે.
- કેટલાક સ્થળોએ તો “સંભુ મેળો” જેવી સ્થિતિ ઊભી થાય છે.
વન વિભાગની ચોકી હોવા છતાં વાહનો બેધડક પસાર થાય છે
- ગાવડકા નજીક વન વિભાગ દ્વારા ચોકી મૂકવામાં આવેલી છે.
- છતાં ત્યાંથી ટ્રેક્ટર અને ડમ્પર અવરજવર કરે છે – કોઈ કાર્યવાહી નથી થતી.
- સૂત્રો કહે છે: “જો સિહ રોડ ઉપર હોઈ તો વાહનને ઠોકર મારી હટાવી દે છે.
તંત્ર ‘મોટી રકમ‘ની આડમાં ઊંઘી રહ્યુ છે?
- અનેકવાર લોકો આક્ષેપ કરે છે કે તંત્રની મીઠી નજર ચોરી ચાલે છે.
- ક્યારેય કોઈ મોટી કાર્યવાહી નથી થતી.
- સ્થાનિક લોકોએ આ મુદ્દે વારંવાર રજૂઆતો કરી છતાં તંત્ર નિઃક્રિય છે.
લોકપ્રતિનિધિઓ પર ‘હપ્તા વસુલી’ના આક્ષેપો
- ઘણા સમય થી સુત્રો કહે છે કે સ્થાનિક નેતાઓ પણ આ ગેરકાયદે વ્યવસ્થાનો હિસ્સો છે.
આ મુદ્દે કોઈ તપાસ કે ખુલાસો હજુ સુધી થયો નથી.
ખનીજ ચોરી અટકાવવાના દાવા – માત્ર નાટક?
- તંત્ર ખનીજ ચોરી અટકાવવાની કામગીરી દાવો કરે છે.
- પણ જ્યારે છોટા રિચાર્જના નામે રાતે ખુલ્લેઆમ રેતી ઉપાડાય છે, ત્યારે એ દાવા શૂન્ય બને છે.
- એક બાજુ પકડી પકડીને દંડ થાય છે, બીજી બાજુ રૂ. 30000 આપીને છૂટ મળે!
જનતા અને પત્રકારો શું પૂછે છે?
- ખનિજ ચોરીની સામે સરકાર શું વાસ્તવમાં ગંભીર છે?
- શું ગાવડકા, લીલીયા, શેત્રુંજી જેવા વિસ્તારોમાં તપાસ કમિટીની જરૂર છે?
- આ રકમ કોના સુધી જાય છે? કોણ છે પાછળ?
લોક માંગ અને સૂચનો
- તાત્કાલિક પોલીસ, વન વિભાગ અને ખનીજ વિભાગ દ્વારા તપાસ. થાય
- RTO, કાયદેસર પરમીટ ધરાવનાર વાહનોની ચકાસણી.કરે
- ડ્રોન કે નાઇટ સર્વેલન્સથી ખનિજ ચોરી ઉપર નજર.
- છોટા રિચાર્જ નીતિ પર સમીક્ષા.