
જાફરાબાદ અરબી સમુદ્રના ઘુઘવતા મોજા ગાંડોતૂર બનેલા સમુદ્રમાં બનેલી ગોઝારી ઘટના માં ૧૧ ખલાસીઓ લાપતા બન્યા હતા તે પૈકી બે સાગરખેડૂ ની ડેડબોડી મળતા તેમના પરિવારજનો માં ગમગીની છવાઇ : દરિયા દેવ સામે ખમીરવંતા બળકંદો સાગરખેડૂઓ હીંમત હાર્યા
જાફરાબાદ માં મધદરિયે સર્જાયેલી આફત સામે ખમીરવંતા બળકંદો સાગરખેડૂઓ કુદરતી આફત સામે ત્રણ બોટ એ જળસમાધિ લીધી હતી આ બનેલી ઘટના માં ૧૧ ખલાસીઓ લાપતા હોય ૧૧ માંથી પૈકી ૨ ખલાસીઓ કે જે જાફરાબાદ ના વતની યશવંતભાઈ બારૈયા ની બોટ જય શ્રી તાત્કાલિક માં થી ૪ લાપતા હતા તે પૈકી ૨ ખલાસીઓ જેનું નામ (૧) વિનોદભાઈ ઢીસાભાઈ બારૈયા ઉંમર વર્ષ ૩૮ (૨) દિનેશભાઇ બાબુભાઈ બારૈયા ઉંમર વર્ષ ૩૮ નામ ના બન્ને ખલાસીઓ ની ડેડબોડી તા /૨૩/૦૮/૨૦૨૫ ના રોજ જાફરાબાદ સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ડેડબોડી લાવવામાં આવતા તેમના પરિવાર ઉપર જાણે આભ ફાટ્યું હોય તેવું પરિવાર માં ભારે હૈયે રુદન કરતા પરિવાર માં ગમગીની છવાઇ ગઇ હતી સિઝન ની પ્રથમ શરૂઆત માં અને દરિયો ખેડવા નિકળેલા અરબી સમુદ્રમાં સર્જાયેલા કુદરતી આફત સામે જાફરાબાદ ની બે બોટ અને રાજપરા બંદરની એક બોટ એમ ત્રણ બોટ એ જળસમાધિ લીધી હતી તેમાં સવાર ૨૮ માંથી ૧૭ ખલાસીઓ અન્ય બોટ દ્વારા રેસ્ક્યુ હાથ ધરી બચાવી લીધા હતા પરંતુ ૧૧ જેટલા ખલાસીઓ મધદરિયે લાપતા બન્યા હતા કાલે ૧૧ માંથી ૨ યુવાનોની કોસ્ટ ગાર્ડ ની ભારે શોધખોળ અને ખરાબ હવામાન હોવા છતાં શોધખોળ હાથધરી હતી ૧૧ માંથી ૨ ખલાસીઓ ની ડેડબોડી મળતા તે મૃતદેહ જય શ્રી તાત્કાલિક બોટ માંથી ૪ ખલાસીઓ માંથી પૈકી બે ખલાસીઓ ની હોય તે દુર મધદરિયે તરતી ડેડબોડી મળી આવતા પ્રથમ પીપાવાવ પોર્ટ પર લાવવામાં આવી હતી ત્યારબાદ બે એમ્બ્યુલન્સ મારફતે આજે જાફરાબાદ સરકારી હોસ્પિટલ માં લાવતા અનેક અધિકારીઓ પદાધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને સ્થાનિક અગ્રણી અને અખિલ ભારતીય કોળી સમાજ ના મહામંત્રી પ્રવિણભાઇ બારૈયા દ્વારા જણાવ્યું હતું કે આજરોજ ૧૧ માંથી બે ખલાસીઓના મૃતદેહ લાવવામાં આવ્યા છે. હજી ૯ ખલાસીઓ લાપતા હોય સરકાર શ્રી અને વહીવટી તંત્ર ને તેઓ દ્વારા વિનંતી કરવામાં આવી છે કે જે ૯ ખલાસીઓ લાપતા છે તેની તેનો પરિવાર આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય તે ૯ ખલાસીઓ હેમખેમ ઘરે પહોંચે તેની ભારે હૈયે રાહ જોઈ રહ્યો છે. આ તકે જાફરાબાદ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયમક શ્રી કે.એમ. સિકોત્તરીયા દ્વારા જણાવ્યું હતું કે જે આ આપતકાલીન પરીસ્થીતી ઉદભવી છે તેમાં સક્રીય રીતે તેમાં તમામ વહીવટી તંત્ર બચાવની કામગીરી માં સ્થાનિક બોટ એસોસિયેશન ના પ્રમુખો તથા સ્થાનિક આગેવાનો તથા સ્થાનિક રાજકીય લોકો આ બચાવની કામગીરી માં જોડાયા છે. આ પરિસ્થિતિમાં ટોટલ બોટ ૧૦૮૭ બોટો ટોકન લઈને ફિશિંગ કરવા ગયેલી તે તમામ બોટો બંદર ઉપર પરત ફરી છે. તેમાં ૯ બોટ ના કુલ ફિશરમેન ૭૬ માંથી ૬૫ નું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ૧૧ લાપતા છે. તેમાંથી ૨ ફિશરમેન ના મૃતદેહ સિવિલ હોસ્પિટલ જાફરાબાદ ખાતે લાવી આઇડેન્ટિફિકેશનઅને પોસ્ટમોર્ટમ કરી તેઓના પરિવારજનોને સોંપી દેવામાં આવશે જે ૯ ફિશરમેન છે તેની શોધખોળ ની કામગીરી ચાલુ છે. કોસ્ટ ગાર્ડ ના બે જહાજ તથા ૪ હેલીકોપ્ટર દ્વારા શોધખોળ ની કામગીરી ચાલુ છે. બે ખલાસીઓ ના મૃતદેહ લાવતા સિવિલ હોસ્પિટલ ખાતે સ્થાનિક ધારાસભ્ય સાંસદ સભ્ય દોડી આવ્યા હતા અને મોટી સંખ્યામાં કોળી સમાજ તથા પરિવારજનો તથા વહીવટી તંત્ર મત્સ્યોદ્યોગ નિયમક શ્રી તથા રાજુલા પ્રાંત અધિકારી તથા અમરેલી જિલ્લા એસપી તથા ડીવાયએસપી મામલતદાર નાયબ મામલતદાર પોલીસ સ્ટાફ તથા મામલતદાર સ્ટાફ તથા મત્સ્યોદ્યોગ કચેરી નો સ્ટાફ હોસ્પિટલ ના ડોક્ટરો અને સ્ટાફ તથા કોળી સમાજ ખારવા સમાજ ના તથા અન્ય સમાજ ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સાગરખેડૂ સમાજમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી આ મૃતદેહ લાવતા તેમના પરિવારજનો માં જાણે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા પરિવારજનો ભારે હૈયે રુદન કરતા જોવા મળ્યા હતા
રિપોર્ટર મનિષ કુમાર એમ મહેતા રાજુલા જાફરાબા