અમરેલીગાંધીનગરગુજરાતદિલ્હી એનસીઆર
અમરેલી એરપોર્ટમાં લેન્ડિંગ સમયે એરક્રાફ્ટ ક્રેશ થતા બચ્યું

અમરેલીમાં થોડા દિવસો પહેલા અમરેલી એરપોર્ટમાં જે ટ્રેનિંગ સેન્ટરો ચાલી રહ્યા છે તેનું એરક્રાફ્ટ બાજુમાં આવેલા બક્ષીપુર ગામમાં ક્રેશ થયેલ જેમાં પાયલોટનું દુર્ઘટના સમયે મૃત્યુ પામેલ હતું ત્યારે આજરોજ અંદાજિત 2:00 વાગ્યા ની આસપાસ પાયલોટ દ્વારા એરક્રાફ્ટને લેન્ડિંગ સમયે ક્રેસ થતા થતા રહી ગયુ અને હવાઈ પટ્ટીની બાજુમાં પ્લેન ઉતરી ગયું હતું . આગામી દિવસોમાં આ જ રીતે અમરેલી શહેરની ઉપર ઉડતા આ વિમાનો માનવ વસાહત ઉપર નહીં પડે તેવી પણ જવાબદારી કોણ લે છે આ એક ખૂબ જ ગંભીર બેદરકારી તંત્રને કહી શકાય કે વારંવાર મોટી દુર્ઘટના બને છે છતાં કોઈ તંત્ર દ્વારા ગંભીર નોંધ લેવામાં કેમ આવતી નથી



