અમરેલીગુજરાત

હેતની હવેલી ખાતે પ્રજાસત્તાક દિવસ પર ભારતમાતાની ભવ્ય આરતી અને પરમવીર વંદના

અહેવાલ -જાવેદખાન પઠાણ

વિશેષ સંધ્યાએ હેતની હવેલી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પિત ભારતમાતા સરોવર પર ભારતમાતાની ભવ્ય આરતી તેમજ 21 પરમવીર ચક્ર વિજેતા સૈનિકોની પરમવીર વંદના કરવામાં આવી હતી.સંધ્યાએ હેતની હવેલી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પિત ભારતમાતા સરોવર પર ભારતમાતાની ભવ્ય આરતી તેમજ 21 પરમવીર ચક્ર વિજેતા સૈનિકોની પરમવીર વંદના કરવામાં આવી હતી.

પ્રજાસત્તાક પર્વની આ અનોખી ઉજવણીમાં સમગ્ર ગામ અને આસપાસના નાગરિકોએ ઉમળકાભેર ભાગ લીધો હતો. ધોળકિયા ફાઉન્ડેશન કમિટીના મિત્રોના પ્રેરણાત્મક નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રપ્રેમ અને પ્રકૃતિ સંરક્ષણનો અદભુત સમન્વય જોવા મળ્યો.

ભારતમાતાનું પૂજન અને આરતી: મહાન રાષ્ટ્રમાતા અને વીર સપૂતો ને સન્માન આપવા માટે ભારતમાતાની ભવ્ય આરતીનું આયોજન થયું, જ્યાં ગામના શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, શિક્ષકો, વિદ્યાાર્થિઓ અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

 

પરમવીર વંદના: 21 પરમવીર ચક્ર વિજેતા સૈનિકોના શૌર્ય અને પરાક્રમ ને સન્માન આપવા માટે આ યાદગાર વંદના કરવામાં આવી. કલામ કેમ્પસના વિદ્યાર્થીઓએ આ શૂરવીરોના પરાક્રમની વિગતો આપી સહભાગીઓમાં પ્રેરણા જગાવી હતી.

 

ત્યારબાદ લાઠી, મતિરાળા, અકાળા પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ અને અમરેલી મુકબધીર શાળાના બાળકોએ દેશભક્તિથી યુક્ત રોચક સાંસ્કૃતિક પ્રસ્તુતીઓ રજૂ કરી, જેમણે ઉપસ્થીત સૌ કોઈના દિલ જીતિલિધા હતા.

ધોળકિયા ફાઉન્ડેશનના કનકભાઈ પટેલે ફાઉન્ડેશનના વિઝન અને જળસંચયના અભિગમ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

ભારતમાતાની ભવ્ય આરતીમાં ઉપસ્થિત 85 વર્ષના એક વડીલે પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું કે “85 વર્ષના જીવનકાળમાં મેં આ રીતે ભારતમાતાની ભવ્ય આરતી પહેલી વાર કરી છે. આવી ઉજવણીમાં ભાગ લેવું ગર્વપૂર્ણ છે.”

 

આ અનોખી ઉજવણીનો સમાપન રાષ્ટ્રગીત સાથે થયો, જ્યાં સૌ કોઈ રાષ્ટ્રગૌરવના ભાવથી ભરાઈ ગયા. ભારતમાતાની આરતી અને પરમવીર વંદનાની આ અનોખી ઉજવણી ઐતિહાસિક બની રહી

 

આ ભવ્ય આયોજન માટે લોકોએ ધોળકિયા ફાઉન્ડેશનના સભ્યો તથા પદ્મશ્રી ડૉ. સવજીભાઈ ધોળકિયા સાહેબને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા

હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!