ગુજરાત

કામચોર સરકારી બાબુને ઝટકો હવે ડિજિટલ હાજરી

સરકારી કચેરીમાં ડિજિટલ હાજરી ફરજીયાત

સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ માટે ‘Digital Attendance System’ 1 ફેબ્રુઆરીથી લાગુકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ માટે ‘Digital Attendance System’ 1 ફેબ્રુઆરીથી લાગુ

ગુજરાત સરકારે સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓએ સમયસર હાજરી માટે ‘Digital Attendance System’ દાખલ કરી છે. પ્રાયોગિક ધોરણે નવા સચિવાલય સંકુલના તમામ વિભાગો, કલેકટર ઓફીસ તેમજ ડી.ડી.ઓ. ઓફીસ- ગાંધીનગર, કર્મયોગી ભવન અને ઉદ્યોગ ભવનની સરકારી કચેરીઓએ અધિકારીઓ/કર્મચારીઓની હાજરી માટે તા.1/2/2025 ‘Digital Attendance System’નો અમલમાં આવશે. ત્યારબાદ સરકારની અન્ય કચેરીઓમાં ‘Digital Attendance System’ નો અમલ કરવાનો રહેશે.

શરૂઆતના ૩ મહિનાના સમયગાળા માટે ‘Digital Attendance System’માં હાજરીની નોંધણી સાથે વર્તમાનમાં અમલમાં રહેલ હાજરી પ્રથા ચાલુ રહેશે. આ સિસ્ટમ સંબંધિત તમામ કાર્યવાહી અંગેની વ્યવસ્થા વિજ્ઞાન અને પ્રૌદ્યોગીકી વિભાગે કરવાની રહેશે.

Digital Attendance System’ થી office location mapping, mark attendance, attendance tracking, data analysis તેમજ reporting ની સુવિધા આપવામાં આવશે.

આ પદ્ધતિ અનુસાર કર્મચારી/અધિકારી કચેરી અથવા સંકુલમાં પ્રવેશે તેમજ કચેરી/સંકુલની બહાર નીકળે ત્યારે ‘Digital Attendance System’ મારફત તેના હાજરીની નોંધ સિસ્ટમમાં થાય છે.

દરેક વિભાગે ઉક્ત પ્રોજેક્ટના અમલીકરણ અને દેખરેખ માટે સંબંધિત વિભાગના નાયબ સચિવ(મહેકમ) દ્વારા સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ (SPOC) તરીકેની કામગીરી કરવાની રહેશે. ડિપાર્ટમેન્ટલ એડમિન આઈડીના આધારે સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ (SPOC) અથવા તેમના દ્વારા અધિકૃત અધિકારી ઓફિસ અને સબ ઓફિસ માટે એડમિન આઈડી બનાવી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!