ગુજરાત

તા.૩૦ જાન્યુઆરી – શહીદ દિને બપોરે 11 વાગ્યે બે મિનિટ મૌન પાળવો 

અમરેલી માં મૌન પાળવા કલેકટર

અમરેલી જિલ્લામાં શહીદ દિન નિમિત્તે બે મિનિટનું મૌન પાળવામાં આવશે

*સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ વીરો પ્રત્યે ઋણ અદા કરવા સરકારી કચેરીઓ, શૈક્ષણિક, વાણિજ્ય સહિતની સંસ્થાઓ અને સ્થળોએ તા.૩૦મી જાન્યુઆરીએ મૌન પાળવામાં આવશે*

*—*

 

*અમરેલી તા.૨૯ જાન્યુઆરી, ૨૦૨૫ (બુધવાર)* ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા શહીદ વીરોની સ્મૃતિમાં ૩૦મી જાન્યુઆરી,૨૦૨૫ના રોજ શહીદ દિન નિમિત્તે સમગ્ર દેશની સાથે અમરેલી જિલ્લામાં ૧૧.૦૦ કલાકે બે મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવામાં આવશે.

 

સમગ્ર રાજ્યની સાથે અમરેલી જિલ્લામાં પણ સરકારી કચેરીઓ, શૈક્ષણિક, વાણિજ્ય સહિતની સંસ્થાઓ અને સ્થળોએ બે મિનિટ મૌન પાળવામાં આવશે.

 

આ માટે કામકાજની અને વાહન વ્યવહારની ગતિ એટલો સમય બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત જે સ્થળોએ સાયરનની વ્યવસ્થા હશે ત્યાં મૌન પાળવા માટે સાયરનથી પણ સૂચિત કરવામાં આવશે, તેમ અમરેલી જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!