અમરેલી

ગજેરાનો વિડીયો વાયરલ થયો છે જેમાં તે કહી રહ્યા છે કે, કરોડો લોકો ના  સંગમમાં ન્હાવા જાય છે.ત્યાં ક્યાય ભગવાન છે

સુરતના જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરા

સુરતના જાણીતા ઉદ્યોગપતિવસંત ગજેરાનો વિડીયો થયો વાયરલ થયો છે જેમાં તે કહી રહ્યા છે કે, કરોડો લોકો ના  સંગમમાં ન્હાવા જાય છે.ત્યાં ક્યાય ભગવાન છે જ નહિ.મહાકુંભને લઈને કરોડો શ્રદ્ધાળુઓએ અત્યાર સુધીમાં મહાકુંભમાં ડૂબકી લગાવી ચૂક્યા છે. અને હજુ પણ લોકો મહાકુંભમાં જઈ રહ્યા છે. આ દરમિયાન મહાકુંભને લઈને અમરેલીના વતની સુરતના જાણીતા ઉદ્યોગપતિનું વિવાદાસ્પદ નિવેદનનપો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તે કહી રહ્યા છે કે, કરોડો અબજો લોકો નાહવા જાય છે ત્યાં કાય છે નહીં ભગવાન નથી. પવિત્ર મહાકુંભમાં કરોડો લોકો આસ્થાની ડૂબકી લગાવવા અનેક સમસ્યાઓ ગણકારી અને પહોંચે છે. આ દરમિયાન અમરેલીના વતની અને સુરતના ઉદ્યોગપતિ વસંત ગજેરાનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો ઓડીસાનો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વીડિયોમાં વસંત ગજેરા બોલી રહ્યા છે કે, કરોડો અબજો લોકો નાહવા જાય છે ત્યાં કાય છે નહીં ભગવાન નથી. આ નિવેદનને લઈને દેશભરમાંથી પ્રયાગરાજ કુંભ મેળામાં કરોડો લોકો સ્નાન કરવા જઈ રહ્યા છે આ વચ્ચે ઉદ્યોગપતિના વિવાદાસ્પદ નિવેદન સામે નારાજગી સામે આવી રહી છે. ત્યારે અમરેલી સિવિલ હોસ્પિટલ મેડીકલ કોલેજ સ્કુલ કોલેજ જેવી અનેક સરકાર પાસેથી ટોલન ભાડે રાખી મોટો બિજનેસ કરે છે જે હાલમાં જ સિવિલ હોસ્પિટલ માં જ્યાં ગરીબ લોકોપાસે થી પણ ચાર્જ વસુલવાનું શરુ કરેલ છે ત્યારે અમરેલીના નેતા હોઈ કે સામજિક સંસ્થા કોઈ પણ વિરોધ કરી શકતા નથી કારણ કે  તમામ ને તગડું ડોનેસન આપે છે ત્યારે મહા કુંભ વિષે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા કોઈ પણ હિંદુ સંસ્થા એ વિરોધ દર્શાવેલ નથી કારણ કે તમામ સંસ્થાને વધુમાં વધુ ડોનેસન વસંત ભાઈ ગજેરા આપે છે  

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!