અમરેલી

અમરેલી જિલ્લા વિકાસ સમિતિ દ્વારા સિવિલ સિવિલ હોસ્પિટલમા વસુલતા ચાર્જ જનતા મેદાને

અમરેલી બંધ નું એલાન

અમરેલી જિલ્લા વિકાસ સમિતિ દ્વારા અમરેલી સિવિલ હોસ્પિટલમા વસુલતા ચાર્જ બંધ કરવા કલેક્ટર સાહેબને આવેદનપત્ર અપાયું

 

અમરેલી સિવિલ હોસ્પિટલ મા વધુ પડતા ગરીબ લોકો સારવાર માટે આવતા હોઈ છે અમરેલી સરકારી સિવિલ હોસ્પિટલ કે જે શાંતાબેન ગજેરા હોસ્પિટલ થી ઓળખાય છે રોજેરોજ જુદાજુદા ચાર્જ વધારી રહ્યા છે જેમાં અમને જાણવા મળ્યું છે કે સરકાર સાથે mou મુજબ મફત સેવા આપવાની હોઈ છે તેના બદલે હાલ(૧) સેમી સ્પેશિયલ રૂમ રોજના ૧૦૦૦ રૂપિયા, (૨) સ્પેશિયલ રૂમના રોજના ૧૫૦૦ રૂપિયા, (૩) ડીલક્ષ રૂમના રોજના ૨૫૦૦ રૂપિયા જેવો ચાર્જ થશે અને દરેક રૂમ માટે ૧૫૦ રૂપિયા ડાયેટ ચાર્જ લેવાશે.આઈ.સી.યુ. માટે અધધધ 10,000/- ડીપોજીટ ભરોતો જ પ્રવેશ મળશે અને રોજના ૩૬૦૦ રૂપિયા અને વેન્ટીલેટ સાથે ૪૫૦૦ રૂપિયા ચાર્જ લેવાશે.તેમજ તમામ સારવાર અને રિપોર્ટ ના પ્રાઇવેટ કરતા પણ તોતિંગ ભાવ વધારો કરવામાં આવેલ છે જે ગેરકાયદેસર અને ગેર બાંધરણીય હોઈ તેવું લાગી રહ્યું છે BPL કાર્ડ ધારક ને ફ્રી છે જે BPL કાર્ડ 2001 પછી ક્યારે પણ નીકળ્યા નથી આ હોસ્પિટલ મા ગરીબ લોકો વધુ આવતા હોઈ ઘણા લોકો પાસે આધાર કાર્ડ પણ નથી તેલોકો નું શું ત્યારે અમે અમરેલી જિલ્લા ની જનતા અમરેલી જિલ્લા વિકાસ સમિતિ એ કલેક્ટર સાહેબને વિંનતી કરી કે આ તોતિંગ ભાવ વધારો પરત કરવામાં આવે તેવી માંગ છે અને આ આવેદનપત્ર આપ્યા છતાં પણ ભાવ વધારો પાછો નહી લેવાય તો આગામી દિવસોમા અમરેલી ની તમામ સંસ્થા ને સાથે રાખી ગામ બંધ રખાવાવની ફરજ પડશે જેની ગંભીર નોંધ લેવા જણાવેલ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!