જલારામ બાપાની જ્ઞાનપ્રકાશ સ્વામી માફી નહિ માંગે તો ગુજરાત ભર મા પડઘા પઢશે

વીરપુર સજ્જડ બંધ : રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશને માફી માંગવા 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું
વીરપુર સજ્જડ બંધ જલારામ બાપા વિશે જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલી ટીપ્પણીથી લોકોમાં આક્રોશ.. બે દિવસ વીરપુર બંધ રાખવાની જાહેરાત… સ્વામી વીરપુર આવીને જલારામ બાપાની માફી માગે તેવી માગ જ્ઞાન પ્રકાશની ટિપ્પણીથી લોહાણા સમાજમાં ભયંકર રોષ જોવા મળ્યો છે. રઘુવંશી સમાજનીએ એક જ માંગ છે કે, જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવે. જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવી માફી માગે. 2 દિવસની અંદર જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવે. આમ, 2 દિવસની અંદર માફી માંગી લેવા જ્ઞાનપ્રકાશ સ્વામીને અલ્ટીમેટમ અપાયું છે. જો માફી નહીં માગે તો રઘુવંશી સમાજ ફરી બેઠક કરશે. વીરપુર ગ્રામ પંચાયત ખાતે મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો કે, આજે અને આવતીકાલે વીરપુર સજ્જડ બંધ પાળશે. જોકે, વીરપુરમાં જલારામબાપાના ભક્તો માટે દર્શન અને અન્નક્ષેત્ર રાબેતા મુજબ શરૂ રહેશે તેવું નક્કી કરાયું છે.