અમરેલી SP ખરાતસાહેબે ૧૧૩નું લીસ્ટ જાહેર કરતા ગુંડા ટેન્સનમાં

અમરેલી જિલ્લાના આઇપીએસ એ.એસ.પી.જયવીર ગઢવીએ કહ્યું ડીજીપીએ જાહેર કરવામાં આવેલ ગુંડા તત્વો નું ૧૦૦ કલાકમાં લિસ્ટ તૈયાર કરવાનું હતું. જે અંતર્ગત અમરેલી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ૧૧૩ લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ૭૦ ગુનેગારો શરીર સંબંધિત ગુન્હાઓ ધરાવે છે, ૩૪ જેટલા ઈસમો દારૂ જુગાર જેવી પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે, આ તમામ વિરુદ્ધ પાસા તડીપાર સહિત કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત વ્યાજખોરીમાં સંકળાયેલા લોકોનું પણ લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. અમરેલી જિલ્લા પોલીસ પ્રશાસન, આર.ટી.ઓ.વિભાગ, વીજળી વિભાગ અને બેન્ક સાથે સંકલનમાં રહી આવા આરોપીઓ સામે પુરાવા એકત્ર કરી કડકમાં કડક કાર્યવાહી હાથ ધરી છે. ગઈ કાલે નાગેશ્રી વિસ્તારમાં ૪ લોકો પાસે ગેરકાયદેસર વીજ કનેકશન હતું, જેમાં વીજ વિભાગની મદદથી કટ કરવામાં આવ્યું છે. તેની સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે, આવા જેટલા પણ લોકો હશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
૭૪ જેટલા શરીરસંબંધિત ગુન્હાઓ ધરાવતા ઈસમો
૩૪ જેટલા દારૂ જુગાર સહિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા લોકોનો સમાવેશ
પાસા તડીપાર સહિત વિવિધ કાર્યવાહી કરવા અલગ અલગ વિભાગ સાથે સંકલન કરી કાર્યવાહી થશે
જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામમાં ૩ ઇસમોને ત્યાં ગેરકાયદેસર વીજ કનેક્શન મામલે કાર્યવાહી
પીજીવીસીએલને સાથે રાખી કાર્યવાહી હાથ ધરી
ખાનગી રાહે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો સામે ખાનગી રાહે તપાસનો ધમધમાટ શરૂ
અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકાના ગુનેગારોના નામોનો લિસ્ટમાં સમાવેશ
અમરેલી જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ તાલુકા શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોનો ગુંડા તત્વોમાં સમાવેશ કર્યો છે. ઉપરાંત ગુના વગરના કેટલાક માથાભારે ઈસમો ગેરકાયદેસર દબાણ ઉપર કબજા કર્યો હશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ ખાનગી રાહે તપાસ શરૂ કરી છે. તેનું પણ લિસ્ટ બની શકે છે