ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં ભાજપને પછાડવા કોંગ્રેસનો 20 મુદ્દાનો કાર્યક્રમ

હિન્દુત્વથી લઈ ફંડિગ સુધીની સ્ટ્રેટેજી

:રાહુલને જણાવે એ પહેલા 34 શહેર-જિલ્લા પ્રમુખે કર્યો પ્લાન, હિન્દુત્વથી લઈ ફંડિગ સુધીની સ્ટ્રેટેજી

25 જૂન 1975, આ એ દિવસ હતો જ્યારે દેશના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના કહેવા પર રાષ્ટ્રપતિએ કટોકટી જાહેર કરી હતી અને દેશમાં અફરાતફરીનો માહોલ ફેલાઈ ગયો હતો. દેશમાં અવ્યવસ્થા, જનતામાં નારાજગી, કટોકટીના આ પાસાઓ અને જનતાના ગુસ્સાને સમજી ગયેલાં ઈન્દિરા ગાંધીએ બરાબર 6 દિવસ પછી એટલે કે 2 જુલાઈ, 1975એ જનતાને સીધા અસર કરતા એવા 20 મુદ્દાને લઇને 20 મુદ્દાનો કાર્યક્રમ (TPP) લાગુ કરી દીધો. આ એ કાર્યક્રમ હતો જેનો ઉદ્દેશ્ય ગરીબી નાબૂદ કરવાનો અને સામાન્ય માણસના જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો હતો.

આ ઘટનાને લગભગ 50 વર્ષ પૂરા થવા આવશે ત્યારે હાલમાં ફરી એકવાર કોંગ્રેસમાં આંતરિક કટોકટીની સ્થિતિ સર્જાઈ છે ત્યારે રાહુલ ગાંધીએ પણ હવે મંથન શરૂ કર્યું છે. આ અંતર્ગત દેશભરમાં કોંગ્રેસના સંગઠનમાં ધરખમ ફેરફાર કરાઈ રહ્યા છે. જે અંતર્ગત દેશભરના જિલ્લા પ્રમુખોને દિલ્હી બોલાવી તેમને સાંભળવામાં આવી રહ્યા છે અને તેમનાં સૂચનો લેવાઈ રહ્યાં છે.

રાહુલ ગાંધીની આ નવી કોંગ્રેસમાં સંગઠનમાં ધરમૂળથી ફેરફાર, જિલ્લા પ્રમુખોને શક્તિ સહિત અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાશે. ત્યારે ગુજરાતના પણ શહેર-જિલ્લા પ્રમુખો આ બેઠકો અંતર્ગત 3 એપ્રિલે દિલ્હીમાં કોંગ્રેસ હાઇકમાન્ડ સમક્ષ પોતાનાં સૂચનો રજૂ કરશે.

આજની સન્ડે બિગ સ્ટોરી માટે રાહુલ સાંભળે એ પહેલાં ભાસ્કરે કોંગ્રેસના 34 શહેર-જિલ્લા પ્રમુખોના મનની વાત જાણી હતી. જેમાં 9 શહેર પ્રમુખ અને 23 જિલ્લા પ્રમુખે પોતાના મનની વાત કરી હતી, જ્યારે 1 શહેર પ્રમુખ અને 1 જિલ્લા પ્રમુખે આ મુદ્દે વાત કરવાનો ઈન્કાર કર્યો હતો. અને તેમાંથી સર્જન થયો કોંગ્રેસના નવસર્જનનો 20 મુદ્દાનો કાર્યક્રમ…

 

  1. જમીન પર ઊતરીને સંઘર્ષ કરતા નેતાઓને મહત્ત્વ આપો નેતાઓ AC ઓફિસમાં બેસી રહેશે અને સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેશે તે નહીં ચાલે. રસ્તા પર ઊતરીને સંઘર્ષ કરવો પડશે અને કોંગ્રેસે તેવા જ નેતાઓને મહત્ત્વ આપવું જોઇએ.
  2. પ્રદેશ કક્ષાના નેતાઓ એક-એક જિલ્લો દત્તક લઇને કામ કરે અને પરિણામની જવાબદારી લે દરેક સિનિયર નેતાએ એક-એક જિલ્લાની જવાબદારી લઇને ત્યાં જઇને જમીન પર ઊતરીને કામ કરવું પડશે. ત્યાં જે પણ પરિણામ આવે તેની જવાબદારી સ્વીકારવી પડશે.
  3. જિલ્લા પ્રમુખને શક્તિ આપવી જેથી તે સ્વતંત્ર રીતે કામ કરી શકે સામાન્ય રીતે કોંગ્રેસમાં ટિકિટ વહેંચણીને લઇને મોટાભાગના નિર્ણયો પ્રદેશ કક્ષાએથી જ લેવામાં આવે છે અને તેમાં પ્રભારીની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. ત્યારે મોટાભાગના પ્રમુખોનું માનવું છે કે ટિકિટ ફાળવણીથી લઇને મહત્ત્વપૂર્ણ નિર્ણયોમાં જિલ્લા પ્રમુખનો કોઇ રોલ જ જોવા મળતો નથી. જો કે જિલ્લામાં કોંગ્રેસની વાસ્તવિક સ્થિતિ વિશે જિલ્લા પ્રમુખ જ સારી રીતે જાણતા હોય છે. તો ઘણીવાર એવી પણ સ્થિતિ ઉદભવતી હોય છે કે તેઓ જિલ્લામાંથી જે ઉમેદવાર ઈચ્છતા હોય તેનાથી વિપરીત પ્રદેશ કક્ષાએથી પેરાશૂટ ઉમેદવાર આપી દેવામાં આવે છે. પરિણામે ઈચ્છિત પરિણામ મેળવી શકાતું નથી.

 

  1. હિન્દુત્વના મુદ્દાને કાઉન્ટર કરવા યોગ્ય રણનીતિ બનાવો ભાજપ માટે ગુજરાત એ હિન્દુત્વની લેબોરેટરી છે અને છેલ્લાં 30 વર્ષથી ભાજપ હિન્દુત્વના મુદ્દા પર ચૂંટણી જીતતું આવે છે. અને કોંગ્રેસ ક્યાંક આ મુદ્દા પર બેકફૂટ પર જોવા મળે છે. પરિણામે મોટાભાગના પ્રમુખો આ મુદ્દે યોગ્ય રણનીતિ સાથે આ મુદ્દાને એગ્રેસિવ રીતે કાઉન્ટર કરવા માટે હાઇકમાન્ડ પાસેથી અપેક્ષા રાખી રહ્યું છે.
  2. જૂના કોંગ્રેસીઓ જે ઘરે બેસી ગયા છે તેમને સક્રિય કરી સંગઠનમાં જવાબદારી આપો એક મોટા જૂથનું એ પણ માનવું છે કે જૂના કોંગ્રેસીઓ કે જે કોંગ્રેસના વફાદાર સિપાહી છે. તે ક્યાંક ને ક્યાંક જૂથવાદ, નિષ્ક્રિયતા, અવગણના કે અન્ય કોઈ કારણસર ઘરે બેસી ગયા હોય. તેવા કોંગ્રેસીઓને ગામેગામથી બોલાવી તેમને સક્રિય કરવા જોઈએ અને તેમને સંગઠનમાં મહત્ત્વપૂર્ણ હોદ્દા અને જવાબદારી સોંપવી જોઇએ.

 

  1. ભાજપ સાથે સાંઠગાંઠ કે ધંધાકીય હિત ધરાવતા લોકોને હાંકી કાઢો રાહુલ ગાંધીએ પણ આ મુદ્દાને ખૂબ જ ગંભીરતાથી લીધો છે. મોટા ભાગના પ્રમુખોનું માનવું છે કે જે લોકો ભાજપમાં ભળેલા છે અથવા તો તેમના કોઇ વ્યવસાયિક કે અન્ય કોઈ હિત ભાજપ કે સરકાર સાથે સંકળાયેલાં છે. તેમનાં કોઈ સરકારી કામો ચાલતા હોય કે પછી કોઈ સરકારી કોન્ટ્રાક્ટ કે પછી કોઈ લીઝ કે અન્ય કોઈ ધંધાકીય હિત સંકળાયેલાં હોય તેમને કોંગ્રેસમાંથી તાત્કાલિક હાંકી કાઢવા જોઇએ. મોટાભાગના પ્રમુખોનું એ પણ માનવું છે કે જો ગદ્દારોને કોંગ્રેસમાંથી હાંકી કઢાશે તો કોંગ્રેસમાંથી જૂથવાદ પણ ખતમ થઈ જશે.
  2. ગ્રામ્ય કક્ષા સુધી જનતાની સમસ્યાઓના મુદ્દે જન આંદોલન કરો જનતા કોંગ્રેસથી વિમુખ થઈ ગઈ છે. અને જનતાના મુદ્દાને લઇને કોંગ્રેસ સંઘર્ષ કરતી ક્યાંય જોવા મળતી નથી. પરિણામે છેક ગ્રામ્ય સ્તર સુધી પ્રાથમિક સુવિધા, બેરોજગારી, આરોગ્ય, ખનન, ભ્રષ્ટાચાર, સરકારની નિષ્ફળતાઓ સહિતના સ્થાનિક મુદ્દાઓને લઇને પદયાત્રા, જન આંદોલન, ધરણાં, આવેદનપત્ર આપવા સહિત રચનાત્મક કાર્યક્રમો કરવા જોઇએ. જેથી જનતા સાથે કનેક્ટ કરી શકાય.

 

8. પક્ષ માટે સંઘર્ષ કરતા કાર્યકરો અને નેતાઓને કાયદાકીય રક્ષણ પૂરું પાડો ચૂંટણી સમયે ભાજપ સરકારી મશીનરી અને પોલીસનો ઉપયોગ કરીને કોંગ્રેસના કાર્યકરોને યેનકેન પ્રકારેણ પરેશાન કરતી હોય છે તેવો ઘણા કોંગ્રેસ પ્રમુખોનો આક્ષેપ છે. પોલીસ મહત્ત્વપૂર્ણ કાર્યકરોને પકડીને બેસાડી દેતી હોય છે તેથી તેમને મતદાન કરાવી શકતા નથી. અને સંપૂર્ણ સંગઠન પોલીસ સ્ટેશન અને અન્ય દોડાદોડીમાં રહી જાય છે અને ચૂંટણીમાં એકતરફી વાતાવરણ સર્જાય છે. સ્થાનિક નેતાઓનું પોલીસ સાંભળતી હોતી નથી તેથી આવા સમયે પ્રદેશના નેતાઓએ અને પક્ષ દ્વારા કાયદાકીય રક્ષણ પૂરું પાડવા માટેની તેમની રજૂઆત છે.

  1. પ્રદેશથી લઇને બૂથ લેવલ સુધી સંગઠન મજબૂત કરો કોંગ્રેસના સંગઠનને પ્રદેશથી લઇને બૂથ લેવલ સુધી મજબૂત કરવામાં આવે. છેક ગ્રાસ રૂટ સુધી કમિટી બનાવી કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવે. જેથી કરીને ચૂંટણી સમયે મતદાર સુધી સરળતાથી પહોંચી શકાય.

 

  1. સંગઠનમાં કાર્યકરોને મહત્ત્વપૂર્ણ જવાબદારી આપવી નવા સંગઠનમાં કાર્યકરોને મહત્ત્વ આપવામાં આવે. પેરાશૂટથી આવેલા કે નિષ્ક્રિય કે લાગવગ કે સેટિંગવાળા લોકોને હોદ્દા ના આપવા જોઇએ. માત્ર ને માત્ર કોંગ્રેસને વફાદાર હોય અને વર્ષોથી કોંગ્રેસ માટે કોઈ પણ લોભ-લાલચ વગર કામ કરતા હોય તેવા કાર્યકરોને સંગઠનમાં મહત્ત્વના હોદ્દા અને મહત્ત્વ આપવામાં આવે તેવી લોકલાગણી છે.
  2. કોંગ્રેસના તમામ સેલને એક્ટિવ કરી તેમાં વહેલી તકે નિમણૂક કરવી કોંગ્રેસ સંગઠનમાં એસસી, એસટી, ઓબીસી, ખેડૂત, મહિલા, સોશિયલ મીડિયા સહિત અનેક સેલ કાર્યરત છે. આ સેલના પ્રમુખોની તો નિમણૂક થઈ જાય છે પરંતુ તેમાં સંગઠન મહદંશે બનતું જ નથી. અથવા તો બને છે તો તેમાં મોટા ભાગની નિમણૂકો સેટિંગ કે પછી લાગવગથી જ થાય છે. અને તે મોટાભાગે નિષ્ક્રિય જ જોવા મળે છે. પરિણામે તેની જે ઇમ્પેક્ટ પડવી જોઇએ તે પડતી નથી. માટે તમામ સેલને એક્ટિવ કરવી જોઇએ. તેવું પણ મોટાભાગના પ્રમુખોનું માનવું છે.

 

  1. કોઈ પણ ચૂંટણીમાં ટિકિટ આપતી વખતે કાર્યકર્તાઓને પૂછવું કાર્યકર્તા લોકસંપર્કમાં વધારે હોય છે અને તે જાણતો હોય છે કે કયો નેતા લોકસંપર્ક ધરાવે છે કે જમીન પર આવીને સંઘર્ષ કરે છે. અને જ્યારે કાર્યકરને જરૂર પડે ત્યારે કયો નેતા તેમની સાથે સંઘર્ષમાં આવીને ઊભો રહે છે. માટે જ્યારે ટિકિટ ફાળવણીની વાત આવે ત્યારે કાર્યકરોનાં મંતવ્ય અચૂક લેવાં જોઇએ.
  2. ટિકિટ એડવાન્સ આપવી, છેલ્લી ઘડીએ જાહેર કરવી નહીં આ સમસ્યા કોંગ્રેસમાં વર્ષો જૂની છે. કોંગ્રેસમાં ગણતરીની બેઠકોને છોડીને લગભગ દરેક બેઠક પર ટિકિટને લઇને કાપાકાપીની સ્થિતિ હોય છે. પરિણામે કોઇ મોટા વિવાદ અને પક્ષપલટા સહિતના આંતરિક વિવાદોથી બચવા માટે છેક છેલ્લી ઘડીએ મેન્ડેટ આપવામાં આવે છે. પરિણામે ઉમેદવારને ચૂંટણી લડવા માટે પૂરતો સમય મળતો નથી અને તે પૂરતી તૈયારી પણ કરી શકતો નથી. અને પરિણામે ચૂંટણીમાં હારનો સામનો કરવો પડે છે.

 

  1. પ્રભારીઓ બારોબાર ટિકિટના વેપલા ના કરે તેનું મોનિટરિંગ થાય તેવી વ્યવસ્થા કરવી કોઈ પણ ચૂંટણીમાં પાર્ટી દ્વારા જે તે જિલ્લા કે વિધાનસભા દીઠ એક પ્રભારી મોકલવામાં આવતો હોય છે. આ પ્રભારીની ટિકિટ વહેંચણીમાં ખૂબ જ મહત્ત્વની જવાબદારી હોય છે. ત્યારે કેટલાક કિસ્સાઓમાં આ પ્રભારીઓ બારોબાર પૈસા કે અન્ય કોઇ સેટિંગમાં ટિકિટ બારોબાર બદલી નાખે કે પછી અન્ય લોકોને ટિકિટમાં મહત્ત્વ આપે છે અને અંતે પક્ષને નુકસાન થાય છે. જેથી પ્રભારીની કામગીરીનું યોગ્ય મોનિટરીંગ થવું જોઇએ અને તેની કામગીરીનો એક ડિટેઇલ રિપોર્ટ બનવો જોઇએ. જેથી ભવિષ્યમાં પરિણામ બાદ તેમની કામગીરીનું મૂલ્યાંકન કરી શકાય અથવા તો તેમની જવાબદારી નક્કી કરી શકાય.
  2. ચૂંટણી સમયે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓને આર્થિક રીતે સહાય કરો કોંગ્રેસનો કાર્યકર આર્થિક રીતે નબળો પડી ગયો છે. એક તરફ ઘર ચલાવવું અને બીજી તરફ પક્ષ માટે કામ કરવું. હાલની પ્રવર્તમાન સ્થિતિ પ્રમાણે ચૂંટણી સમયે દોડાદોડી કરવા માટે કાર્યકરો પાસે પૈસાનો અભાવ જોવા મળે છે. વિસ્તારમાં અન્ય જગ્યાએ જવા-આવવા માટે પેટ્રોલ, મોબાઇલ ખર્ચ, નાસ્તા-પાણી સહિતના ખર્ચા કરવા માટે કાર્યકર સક્ષમ હોતો નથી. ઘર ચલાવવું કે પક્ષ માટે દોડવું તેવો પ્રશ્ન આવીને ઊભો રહી જાય છે. તેથી ચૂંટણી સમયે પક્ષ દ્વારા કાર્યકરોને દોડાદોડી કરવા માટે આર્થિક મદદરૂપ થવું જોઇએ તેવું તેમનું માનવું છે.

 

  1. પક્ષ વિરુદ્ધ કામગીરી કરતા લોકો સામે ત્વરિત એક્શન લેવાય એક ફરિયાદ એ પણ છે કે પક્ષ વિરુદ્ધ કામગીરી કરતા કાર્યકરો અને નેતાઓ વિરુદ્ધ ત્વરિત એક્શન નહીં લેવાતાં તેવા લોકો કોંગ્રેસને ઘણું નુકસાન કરી જાય છે. જો આવા લોકો પર તાત્કાલિક કોઈ એક્શન લેવાય તો કોંગ્રેસને થતા નુકસાનથી બચી શકાય.
  2. કોંગ્રેસના ઈતિહાસ વિશે લોકોને માહિતગાર કરવામાં આવે એક અવાજ એ પણ ઊઠ્યો છે કે છેલ્લાં 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું એકહથ્થું શાસન છે. પરિણામે હાલના મોટાભાગના યુવા મતદારોએ કોંગ્રેસનું શાસન જોયું જ નથી. અને તેઓ સોશિયલ મીડિયા અને કોંગ્રેસની હાલની ગુજરાતની અને દેશમાં સ્થિતિને અનુસંધાને જ કોંગ્રેસનું આંકલન કરી રહ્યા છે. પરિણામે કોંગ્રેસના ઈતિહાસ વિશે લોકોને માહિતગાર કરવા જોઇએ અને તેના માટે યોગ્ય કાર્યક્રમ એગ્રેસિવ રીતે કરવા જોઇએ.
  3. જનતાનાં સૂચનો લેવા કે કોંગ્રેસથી વિમુખ થવાનું કારણ શું કેટલાક પ્રમુખોનું એ પણ માનવું છે કે જનતાને જ પૂછવું જોઇએ કે કોંગ્રેસથી વિમુખ કેમ થઈ છે. અને ત્યાંથી યોગ્ય ફિડબેક લઇને તેના પર પક્ષે કામગીરી કરીને જનતા સુધી પહોંચવાનો પ્રયાસ કરવો જોઇએ.

 

  1. ખેડૂત, વિદ્યાર્થી અને SC-ST-OBCના મુદ્દા ઉઠાવો ગુજરાતમાં ખેડૂતો, વિદ્યાર્થીઓ અને SC-ST-OBCના મુદ્દાઓને સક્રિય રીતે ઉઠાવવાની પણ માગ થઈ રહી છે. ઘણા પ્રમુખોનું માનવું છે કે આ ત્રણ વર્ગ પીડિત છે, જો તેમની પડખે ઊભા રહેવામાં આવે અને તેમના મુદ્દાઓને ઉઠાવવામાં આવે તો ક્યાંક કોંગ્રેસને તેનાથી ફાયદો થશે.

20. યુવાનો-મહિલાઓને મોટી સંખ્યામાં પાર્ટીમાં જોડો મોટાભાગના પ્રમુખો યુવાનો અને મહિલાઓને મોટી સંખ્યામાં પાર્ટીમાં જોડવાના પક્ષમાં છે. તેઓ માની રહ્યા છે કે આ માટે પક્ષે યોગ્ય કાર્યક્રમો પણ કરવા જોઇએ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!