અમરેલી
પી.પી. સોજીત્રા ફાઉન્ડેશનની વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડા વિતરણ પહેલને સાંસદ અને નાયબ દંડકની શુભેચ્છા

અમરેલીના સમાજસેવી અને અમરેલી નાગરિક સહકારી બેંક લી. તથા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડિરેક્ટર પી.પી. સોજીત્રા દ્વારા જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે સ્થાપિત પી.પી. સોજીત્રા ફાઉન્ડેશન દ્વારા રાહત દરે ચોપડા વિતરણની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. તારીખ ૦૧-૦૫-૨૦૨૫ ના ગુજરાત સ્થાપના દિવસે, અમરેલી નાગરિક સહકારી બેંક લી., કેરીયા રોડ ખાતે આ કાર્યક્રમની શરૂઆત થઈ હતી, જે અંતર્ગત વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ ક્વોલિટીના ૧,૦૦,૦૦૦ નંગ પુસ્તકો વ્યાજબી દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સરાહનીય પહેલની શુભેચ્છા મુલાકાત લેવા માટે ૦૨-૦૫-૨૦૨૫ ના રોજ અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા અને અમરેલી વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ માન. પી.પી. સોજીત્રાને મળીને અભિનંદન પાઠવ્યા હતા.