Dt. 7 દેશવ્યાપી સિવિલ ડિફેન્સ ડ્રિલ

આવતીકાલે દેશવ્યાપી સિવિલ ડિફેન્સ ડ્રિલ
હુમલાના જોખમ સામે સાવધ રહેવા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કમર કસી : બ્લેકઆઉટ, વોર્નિંગ સાયરન સાથે નાગરિકો અને વિદ્યાર્થીઓને સંભવિત હુમલા સમયની સંરક્ષણની તાલીમ અપાશે
દેશના વિવિધ શહેરોમાં બુધવારે અચાનક સાયરન વાગે અથવા અંધારપટ છવાઈ જાય અને નાગરિકોમાં નાસભાગ મચે તો નવાઈ પામતા નહીં. કારણ કે, પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ વધી રહેલા તણાવના પગલે કેન્દ્રીય ગૃહમંત્રાલયે અનેક રાજ્યોને 7 મેના રોજ ફુલ સ્કેલ સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ યોજવા નિર્દેશ આપ્યા છે. હિચકારા આતંકવાદી હુમલામાં 26 વ્યક્તિની હત્યા બાદ ભારતે જવાબી કાર્યવાહી શરૂ કરી છે ત્યારે આ મોક ડ્રિલ યોજવાનો નિર્ણય ખૂબ મહત્ત્વનો છે. અગાઉ 1971માં ભારત અને પાકિસ્તાન યુદ્ધ સમયે સરકારે વ્યાપક ડિફેન્સ ડ્રિલ હાથ ધરી હતી. પાંચ દાયકા બાદ યોજાનારી આવી ડ્રિલ યુદ્ધની તૈયારી કે આવા કોઇ હુમલા સામેના બચાવની દિશામાં મહત્વનું પગલું છે.