
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રાજ્યમાં સાવચેતીના પગલાં સ્વરૂપે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 15 મે સુધી રાજ્યમાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્ય સરકાર તરફથી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરમાં અપીલ કરી છે કે તમામ નાગરિકોએ સરકારની જાહેર કરેલી માર્ગદર્શિકા અને આદેશોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. સરકારના આદેશ મુજબ, કોઈપણ પ્રકારના સામૂહિક કાર્યક્રમો, ઉજવણીઓ કે સમારંભોમાં પણ ફટાકડા ફોડવાની મનાઈ રહેશે. માત્ર ફટાકડા નહીં, પણ ડ્રોન ઉડાડવાની પણ મંજૂરી આપવામાં નહીં આવે.