અમરેલી

ધરતી પુત્ર ને અમરેલી પોલીસે ૯ વીઘા જમીન વ્યાજખોર પાસે થી પરત અપાવી

*તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત વ્યાજખોર વિરૂધ્ધની કાર્યવાહીમાં ફરીયાદીની પચાવી પાડેલ કુલ-૦૯ વીઘા જમીન પરત કરાવતી અમરેલી જિલ્લા પોલીસ*

 

1. તા.૦૮/૦૫/૨૦૨૫ ના રોજ અરજદારશ્રી કનુભાઇ જાદવભાઇ લુણાગરીયા, ઉ.વ.૬૯, ધંધો.ખેતી, રહે.લાપાળીયા, તા.જિ.અમરેલીવાળાએ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબશ્રીને સંબોધીને વ્યાજખોર બાબુભાઇ પરશોત્તમભાઇ તેરૈયા નામના ઇસમ સામે વ્યાજખોરી બાબતે અરજી કરેલ હતી. જે બાબતે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી નાઓ દ્વારા સદરહુ અરજી બાબતે યોગ્ય કાર્યવાહી કરવા સુચના આપેલ.

 

2. જે અરજી અન્વયે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા અરજદારશ્રીનો સંપર્ક કરીને હકિકત જાણતા અરજદારશ્રીના દિકરા શૈલેષ લુણાગરીયાએ આજથી ચારેક વર્ષ પહેલા સામાવાળા પોસથી રૂ.૩,૦૦,૦૦૦/- વ્યાજે લીધેલ હતા. જેના પર આરોપીએ અરજદાર પાસેથી દર માસે ૧૦% લેખે ચક્રવૃધ્ધી વ્યાજ લગાવી, અરજદારના પરીવારને ધાક ધમકી આપી પ્રથમ રૂ.૧૨,૦૦,૦૦૦/- ની પઠાણી ઉઘરાણી કરેલ છે અને અવાર નવાર ફરિયાદીના ઘરે જઇ ફરીયાદી તથા તેના પરીવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા.

 

3. જેથી ફરીયાદી ખૂબ જ ડરી જઈ પોતાની જમીન પર સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા માંથી લોન મેળવી વ્યાજખોર બાબુભાઇ તેરૈયાને રૂા.૧૨,૦૦,૦૦૦/- વ્યાજ પેટે ચુકવી આપેલ. પરંતુ સામાવાળાને આટલી માતબર રકમથી પણ સંતોષ ન થતા હજી વધુ વ્યાજની રકમની માંગણી કરી ધાક ધમકીઓ આપતા હતા.

 

4. આ બાબતથી ફરીયાદી નાઓ ખુબ ડરી જઇ સુરત ખાતે રહેવા માટે જતા રહેલ. જેથી સામાવાળા સુરત ખાતે જઇ ફરીયાદીને ધમકીઓ આપેલ અને હજુ વધારે રૂપીયા વ્યાજ પેટે માંગણી કરી જો રૂપીયા ન આપે તો ફરીયાદીના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપેલ.

 

. 5. ફરીયાદી પાસે હવે વધુ રૂપીયાની વ્યવસ્થા ન હોય સામાવાળાને જણાવેલ કે, અમારી પાસે વ્યાજ આપવા માટે હવે રૂપીયા નથી. જેથી સામાવાળાએ બળજબરી પુર્વક ફરીયાદીની મંજુરી વગર તેમના ઘરે પ્રવેશ કરીને ૮૦૦/- મણ કપાસ જેની અંદાજે કિ.રૂા.૭,૦૦,૦૦૦/- હોય જે બળજબરીથી કઢાવી લઇ બારોબાર વેચી નાખેલ. તેમજ ફરીયાદીના ખેતીના સાધનો જેની આશરે કિ.રૂા.૧૨,૦૦૦0/- ના વાપરવાના બહાને લઇ જઇ ભંગારમાં વેચી દિધેલ એમ ફરીયાદી પાસેથી કુલ અંદાજીત રૂ.૨૦,૦૦,૦૦૦/- લીધેલા તેમ છતા ફરીયાદીશ્રી પાસે વધુ રૂા.૧૦,૦૦,૦૦૦/- ની માંગણી ચાલુ રાખી પઠાણી ઉઘરાણી કરતા હતા જે રકમ ફરીયાદી ચુકવી શકે તેમ ન હતા.

 

6. જેથી સામાવાળા નાઓએ ફરીયાદીને ધાક ધમકી આપી ફરીયાદીની મરણ મુડી સમાન અને જીવન નિર્વાહ માટેનું એક માત્ર સાધન એવી લાપાળીયા ગામે આવેલ રેવન્યુ સર્વે નં.૩૫૫, ક્ષેત્રફળ હેક્ટર આરે.ચો.મી.૨-૧૫-૪૯ વાળી ૦૯ વિઘા જમીન જેની હાલની બજાર કિ.રૂા.૪૦,૦૦,000/- જેટલી હોય તે જમીનનો ફકત રૂા.૧૧,૦૦,૦૦૦/-નો વેચાણ કરાર કરાવી લઇ ફરીયાદીની જમીન પચાવી પાડી આ જમીન પર છેલ્લા બે વર્ષથી ગેર કાયદેસર કબ્જો કરી પોતે આ જમીન પર ખેતી કરવા લાગેલ.

 

7. આ બાબત ખુબજ ગંભીરતા પુર્વક લઇ પોલીસ દ્વારા ફરીયાદીને સાંત્વના આપી તેઓની રજુઆત સાંભળી, ફરીયાદીએ પોતાની જમીન પરત મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા જણાવતા ફરિયાદીની ફરિયાદ લઇ ગુનો રજી. કરી, તપાસ શરૂ કરી, કડક અને ત્વરીત કાર્યવાહી કરવામાં આવેલ. જેથી આ કામના સામાવાળા નાઓએ ફરીયાદીનો સંપર્ક કરી તેઓની ૦૯ વિઘા જમીન પરત આપવા માટે સમજુતી દર્શાવતા તા.૧૭/૦૫/૨૦૨૫ ના રોજ આરોપી દ્વારા ફરિયાદીશ્રીની પચાવી પાડવામાં આવેલ જમીનનો બાનાખત રદ્દ કરી, દિવાની કોર્ટમાં કરેલ દાવો પરત ખેંચી જમીનનો કબ્જો ફરિયાદીને પરત સોંપેલ છે.

 

*આમ ગુજરાત સરકારશ્રીની “તેરા તુજકો અર્પણ” પહેલને સાર્થક કરતી અમરેલી જિલ્લા પોલીસ*

 

*સદર કામગીરી પોલીસ અધિક્ષક અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ નાઓની સુચનાથી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા કરવામા આવેલ છે.*

 

*અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી*

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!