
અનેક ઉર્ધ્વગામી પરિવર્તનકારી પગલાં થકી જેના દ્વારા સમગ્ર અમરેલી વિધાનસભા વિસ્તારમાં વિકાસનો વસંત પુર-બહારમાં ખીલાવ્યો છે એવા આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી કૌશિક વેકરીયાના જન્મદિવસ નિમિતે તા. 09/06/2025 સોમવારના રોજ અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા નીચે મુજબના કાર્યક્રમનું આયોજન કરેલ છે જેમાં ઉપસ્થિત રહેવા મીડિયાના તમામ મિત્રોને ભાવભર્યું નિમંત્રણ છે…*
સવારે 8:00 કલાકે દેવરાજીયા આંગણવાડી ખાતે ભૂલકાઓને સાથે જન્મદિવસની ઊજવણી
સવારે 8:30 કલાકે અમરેલી તાલુકાના બાબાપુર ગામે સર્વોદય સરસ્વતી મંદિરના બાલઘર ખાતે વિશિષ્ટ બાળકોને સ્કૂલબેગ સહિત કીટ આપવામાં વિતરણ
સવારે 9:00 કલાકે અમરેલી તાલુકાના જાળીયા ગામ ખાતે “સિંદૂર વન” નું લોકાર્પણ
સવારે 9:30 કલાકે અમરેલી તાલુકાના ચિતલ ગામ ખાતે 150 થી વધુ શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલબેગ એજ્યુકેશન કીટ , વોટર બોટલ સહિત વસ્તુઓનું વિતરણ
સવારે 10:15 કલાકે સિવિલ હોસ્પિટલ ગાયનેક વોર્ડમાં પ્રસુતાઓ તેમજ નવજાત શિશુઓને એજ્યુકેશન કીટ, મેડિકલ કીટ, નાસ્તા, કપડા,રમકડા સહિત વસ્તુઓનું વિતરણ
સવારે 10:45 કલાકે સિવિલ હોસ્પિટલ પાસે AiDS રોગથી પીડાતા બાળકોને સ્કૂલ કીટનું વિતરણ
સવારે ૧૧.૦૦ કલાકે કર્તવ્યમ કાર્યાલય ખાતે મહા રક્તદાન કેમ્પ ( ટાર્ગેટ ૨૫૧ બોટલથી વધુ)
બપોરે ૧.૦૦૦ કલાકે મણીનગર ખાતે માનસિક વિકાસ કેન્દ્રમા બાળકો માટે સ્કૂલ બેગ તથા જમણવાર
બપોરે ૩.૦૦કલાકે મોટી કુકાવાવ ખાતે અલગ અલગ વિસ્તારોમાં રાશન કીટ વિતરણ, શાળામાં એજ્યુકેશન કીટ વિતરણ, દવાખાનામાં ફ્રુટ વિતરણ, અજા વિસ્તારમાં બાળકો માટે કપડાં તેમજ ચપલ રામરોટી ભોજનાલય ખાતે જરૂરીયાત મંદો માટે જમણવાર
સાંજે ૪.૩૦ વાગે મહિલા વિકાસ ગૃહ અમરેલી ખાતે બાળાઓને ચોપડાઓ તથા પુસ્તકોનું વિતરણ
સાંજે ૫.૦૦ કલાકે જેસીંગપરા વિસ્તાર અમરેલી ખાતે સર્વરોગ નિદાન કેમ્પ, 150 થી વધુ સગર્ભા માટે મેડિકલ કીટ, યોગ કેમ્પ, આયુર્વેદિક ઔષધીઓ કીટ વિતરણ
સાંજે 5.45 કલાકે અમરેલી શહેરની તમામ સરકારી અને પ્રાઇવેટ શાળાઓના ધોરણ 10 અને 12 ના પ્રથમ ત્રણ ટોપર્સ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ (વિદ્યા ઉપાસક અભિવાદન સમારોહ)
સાંજે 7.30 કલાકે શહેરના અલગ અલગ સ્લેમ વિસ્તારમાં બાળકો માટે ભોજન
રાત્રે 8:00 કલાકે બહેરા મૂંગા શાળા અમરેલી ખાતે 70 થી વધુ વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન કીટ વિતરણ
આ સિવાય પાંચથી વધુ સામાજિક સંસ્થાઓ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકો માટે ભોજન તેમજ નાસ્તાની વ્યવસ્થા.