આંતરરાષ્ટ્રીય સહકારી ક્ષેત્ર માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. મેનચેસ્ટર, યુકે ખાતે યોજાયેલ અંતરરાષ્ટ્રીય સહકારી આલાયન્સ (ICA) યુવા સમિતિની વાર્ષિક બેઠકમાં શ્રી હર્ષ મુકેશભાઈ સંઘાણીને સમિતિના અધ્યક્ષ તેમજ ICA યુવા પ્રતિનિધિ તરીકે ચૂંટવામાં આવ્યા છે.
આ સાથે જ તેઓ ICAના બોર્ડ સભ્ય તરીકે પણ સેવા આપશે. ICAના 130 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર કોઈ ભારતીય આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પદો પર નિયુક્ત થયા છે – જે સમગ્ર ભારતીય સહકારી ક્ષેત્ર માટે ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ઘટના છે.મુકેશ ભાઈ ના દીકરા હર્ષ સંઘાણીને ઇફકોના અધ્યક્ષ શ્રી દિલીપ સંઘાણી તથા ગુજરાત મહિલા ક્રેડિટ સહકારી મંડળીની અધ્યક્ષ શ્રીમતી ગીતા સંઘાણી તરફથી શુભકામનાઓ અને આશીર્વાદ મળ્યા છે.આ પ્રસંગે ICA Asia-Pacificના અધ્યક્ષ ડૉ. ચંદ્રપાલસિંહ યાદવ, ઇફકોના મૅનેજિંગ ડિરેક્ટર ડૉ. યુ. એસ. અવસ્થિ, માર્કેટિંગ ડિરેક્ટર યોગેન્દ્રકુમાર, તેમજ પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ શ્રી મનીષ સંઘાણી સહિતના અગ્રણીઓએ હર્ષને શુભેચ્છાઓ આપી અને તેમના નેતૃત્વ માટે શ્રેષ્ઠ ઇચ્છાઓ વ્યક્ત કરી.ભારતીય સહકાર ક્ષેત્ર માટે નવી દિશા અને નવો ઉમંગ હર્ષ સંઘાણીનું આ નિયુક્તિ માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર ભારતીય યુવા સહકાર યાત્રા માટે પ્રેરણાદાયક ઘટના છે. તેમનો ઉદ્દેશ યુવાન સહકારી આગેવાનોને વૈશ્વિક મંચ પર પ્રતિનિધિત્વ આપવાનો છે અને વિશ્વવ્યાપી સહકાર આંદોલનને ભારતીય મૂલ્યો અને દૃષ્ટિકોણ સાથે શક્તિ આપવી છે