
શુક્રવાર, તા. 08/08/2025ના રોજ સાંજે 5:50 વાગ્યે મોબાઇલ નંબર 8917603460 પરથી મિસ કોલ આવ્યો હતો. ત્યારબાદ 5:51 વાગ્યે ફરી કોલ આવી, જેમાં મજબુતભાઈ બસિયા ના મોબાઇલ નંબર 9925086753 પર જીવલેણ ધમકી આપવામાં આવી હતી.
આ ધમકીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મજબુતભાઈ બસિયા, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કાર્યકારી અમરેલી જીલ્લા પ્રમુખ જીલુભાઈ વાળા અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ડોટ્ર પ્રાંત અધ્યક્ષ ડો.ગજેરા ને રવિવાર સુધીમાં “પતાવી નાખવાની” (હત્યા કરવાની) ધમકી આપવામાં આવી હતી.
આ મામલે એફઆઈઆર નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડૉ. તગાડિયા એ આ અંગે રાજ્યના મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીશ્રીને જાણ કરી છે.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ પણ અમરેલીની મુલાકાત લેશે.પોલીસ દ્વારા આવેલ કોલ માટે ની તપાસ નો ધમધમાટ શરુ