800 સાડી-ઘરેણાં લઈને બિગ બોસમાં તાન્યા મિત્તલની એન્ટ્રી, કહ્યું- વૈભવી જીવન તો નહીં છોડું
અભિનેતા સલમાન ખાનનો વિવાદિત શો Bigg Boss 19 હાલના દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. દર્શકોનો આ લોકોપ્રિય શોની શરૂઆત ગયા અઠવાડિયાથી જ થઈ ગઈ છે. Bigg Boss 19 સિઝનની શરૂઆત પણ સરપ્રાઈઝ અને મજેદાર ટ્વિસ્ટ સાથે થઈ છે. આ સિઝનમાં એક્ટર,એકટ્રેસ, મોડલ અને ઈન્ફ્લુએન્સરની ભીડ જોવા મળી રહી છે. જેમાથી એક પ્રતિસ્પર્ધી છે તાન્યા મિત્તલ જેના નામની ચર્ચા દરેક Bigg Bossના દર્શકો કરી રહ્યા છે. શો શરૂ થયાને ચાર જ દિવસમાં તેની ચર્ચા શરૂ થઈ હતી. તે દરરોજ પોતાના અંગત જીવન સાથે જોડાયેલી ઘણી વાતો કહી છે જેની વાતો દર્શકોને આશ્ચર્યમાં મૂકયા છે.
આધ્યાત્મિક ઇન્ફ્લ્યુએન્સર તાન્યા મિત્તલે તાજેતરના એપિસોડમાં એવી એક વાત કહી જે જોઈ દર્શકોને પણ આશ્ચર્યમાં મુકાયા છે. તાન્યાએ ખુલાસો કર્યો કે તે તેના વૈભવી જીવનને પાછળ છોડી શકતી નથી. તેણે કહ્યું, ‘હું મારા બધા ઘરેણાં, એસેસરીઝ અને 800 થી વધુ સાડીઓ ઘરની અંદર લઈ જઈ રહી છું. હું દરરોજ ઓછામાં ઓછી 3 વખત સાડી બદલીશ.’ તેણે એમ પણ કહ્યું હતું કે BBમાં જતાં પહેલા જ તેણે તેની સાડીઓ પહેલેથી જ નક્કી કરી લીધી છે. આ નિવેદન પછી, ઘણા યુઝર્સ સોશિયલ મીડિયા પર તેના વિરુદ્ધ મીમ્સ અને નકારાત્મક ટિપ્પણીઓ કરી રહ્યા છે.
અગાઉ પણ તાન્યાએ તેની સુરક્ષાને લઈને નિવેદન આપ્યું હતું, ત્યારબાદ સોશિયલ મીડિયા પર તે ખૂબ ટ્રોલ થઈ રહી છે. તેણે દાવો કર્યો હતો કે તેની સાથે હંમેશા તેના બૉડીગાર્ડ્સ હોય છે. તેના એક બોડીગાર્ડે કુંભ મેળામાં 100 લોકો અને પોલીસકર્મીઓને બચાવ્યા હતા, જેના કારણે તે ‘બિગ બોસ 19’ સુધી પહોંચી શકી હતી. સોશિયલ મીડિયા યુઝર્સે તેના દાવાને ‘અતિશયોક્તિ’ ગણાવ્યો અને તેને ‘તકવાદી’ અને ‘મિસ ઓવરએક્ટિંગ કી દુકાન’ જેવા નામ આપ્યા હતા.




