ગુજરાત સહિત દેશના 12 રાજ્યોમાં થશે SIR,
નાગરિકતા સાબિત કરવા આ દસ્તાવેજ હાથમાં રાખજો!

દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે આજે પત્રકાર પરિષદ સંબોધી હતી. આ પત્રકાર પરિષદમાં ચૂંટણી પંચે દેશના 12 રાજ્યોમાં SIR (Special Intensive Revision) ના બીજા તબક્કાની જાહેરાત કરી છે. ગુજરાત સહિત દેશમાં અંડમાન નિકોબાર, છત્તીસગઢ, ગોવા, ગુકેરેલા, લક્ષદ્વીપ, મધ્ય પ્રદેશ, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આજે રાતથી મતદાર યાદી ફ્રીઝ થઈ જશે
ચૂંટણી પંચે જણાવ્યું કે જે 12 રાજ્યોમાં ખાસ સઘન પુનરાવર્તન એટલે કે એસઆઈઆરની પ્રક્રિયા શરૂ થવાની છે, તે રાજ્યોની મતદાર યાદી આજે રાત્રે 12 કલાકથી ફ્રીઝ થઈ જશે. આ પ્રક્રિયા દરમિયાન BLO ત્રણ વખત દરેક વ્યક્તિના ઘરે જશે. આજે બધા મતદારો માટે ગણતરી ફોર્મ (EFs) છાપવામાં આવશે. દરેક BLO માહિતી એકત્રિત કરવા માટે દરેક ઘરની ઓછામાં ઓછી ત્રણ વખત મુલાકાત લેશે. જે મતદારો તેમના મતવિસ્તારની બહાર છે તેઓ પણ આ ફોર્મ ઓનલાઈન ભરી શકે છે. આ પ્રક્રિયા દરમિયાન કોઈ વધારાના દસ્તાવેજો કે ફોર્મની જરૂર રહેશે નહીં.
તમારે આ દસ્તાવેજો આપવા પડશે
સ્પેશિયલ મતદાતા સુધારણા કાર્યક્રમ અંતર્ગત નાગરિકોએ પોતાની ઓળખ અને નાગરિકતા સાબિત કરવી પડશે. આ માટે કેટલાક દસ્તાવેજોની જરૂર પડશે. ઓળખ અને સરનામું સાબિત કરવા માટે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, રાશન કાર્ડ, નિવાસ પ્રમાણ પત્ર, લાઇટ-પાણી કે ગેસનું બિલ, બેંક પાસબુક, મનરેગા જોબ કાર્ડ જેવા કાગળોની જરૂર પડશે. આ દસ્તાવેજોથી તમે ઓળખ અને સ્થાયી સરનામાની ખાત્રી કરાવી શકશો.
નાગરિકતા સાબિત કરવા આ દસ્તાવેજોની પડશે જરૂર
તો નાગરિકતા સાબિત કરવા માટે દસ્તાવેજોમાં જન્મ પ્રમાણપત્ર, સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ કે 2002ના વોટર લિસ્ટમાં માતા-પિતાના નામનો પૂરાવો આપવો પડશે. જે લોકોનું નામ 2002ના વોટર લિસ્ટમાં પહેલાથી નોંધાયેલું છે, તેણે માત્ર ગણના ફોર્મની સાથે તે લિસ્ટની કોપી જમા કરવી પડશે, અન્ય કોઈ દસ્તાવેજની જરૂર પડશે નહીં. પરંતુ જો કોઈ વ્યક્તિનું નામ 2002ના લિસ્ટમાં નથી, જ્યારે તેના માતા-પિતાનું નામ રહેલું છે તો તેણે પોતાના આઈડી પ્રૂફની સાથે-સાથે 2002ના લિસ્ટમાં નોંધાયેલા માતા-પિતાના નામનું પ્રમાણ રજૂ કરવું પડશે. આ પ્રમામ તે દેખાડવા માટે હશે કે સંબંધિત વ્યક્તિ તે પરિવાર કે નાગરિકતા શ્રેણી સાથે જોડાયેલ છે.
બિહાર બાદ હવે ગુજરાતમાં પણ SIR થશે: આજે રાતથી 12 રાજ્યોના લોકો ચૂંટણી કાર્ડમાં ફેરફાર કરી શકશે નહીં
આધાર નાગરિકતાનું પ્રમાણ નથી
ચૂંટણી પંચનો ઉદ્દેશ્ય આ પ્રક્રિયા દ્વારા મતદાતા યાદીને વધુ પારદર્શી અને ચોક્કસ બનાવવાનો છે, જેથી નકલી અને ડબલ એન્ટ્રીને ખતમ કરી શકાય. તે હેઠળ દરેક નાગરિકની ઓળખ અને નાગરિકતાની ખાતરી કરવામાં આવશે, પરંતુ માત્ર આધાર કાર્ડ દ્વારા કોઈ વ્યક્તિને ભારતીય નાગરિક માનવામાં આવશે નહીં.
જો તમારું નામ યાદીમાં ન હોય તો કયા દસ્તાવેજો આપવાના રહેશે?
કોઈપણ કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/પીએસયુના નિયમિત કર્મચારી/પેન્શનરને જારી કરાયેલ કોઈપણ ઓળખ કાર્ડ/પેન્શન ચુકવણી ઓર્ડર
૦૧.૦૭.૧૯૮૭ પહેલા સરકાર/સ્થાનિક સત્તાવાળાઓ/બેંક/પોસ્ટ ઓફિસ/એલઆઈસી/પીએસયુ દ્વારા ભારતમાં જારી કરાયેલ કોઈપણ ઓળખ કાર્ડ/પ્રમાણપત્ર/દસ્તાવેજ
સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ જન્મ પ્રમાણપત્ર.
પાસપોર્ટ
માન્યતા પ્રાપ્ત બોર્ડ/યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ મેટ્રિક/શૈક્ષણિક પ્રમાણપત્ર
સક્ષમ રાજ્ય સત્તાવાળા દ્વારા જારી કરાયેલ કાયમી નિવાસ પ્રમાણપત્ર
વન અધિકાર પ્રમાણપત્ર
ઓબીસી/એસસી/એસટી અથવા સક્ષમ સત્તાવાળા દ્વારા જારી કરાયેલ કોઈપણ જાતિ પ્રમાણપત્ર
રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (જ્યાં પણ તે હોય)
રાજ્ય/સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા તૈયાર કરાયેલ કુટુંબ રજિસ્ટર
સરકાર દ્વારા કોઈપણ જમીન/મકાન ફાળવણી પ્રમાણપત્ર
આધાર માટે, પત્ર નં. 23/2025-ERS/ભાગ II તારીખ 09.09.2025 દ્વારા જારી કરાયેલ કમિશનના નિર્દેશો લાગુ પડશે, જેનો અર્થ એ છે કે તે વૈકલ્પિક છે.




