
ભારત દેશ ખેતીપ્રધાન છે, પરંતુ સરકાર બુટલેગરપ્રધાન છે: ગોપાલ ઇટાલીયા
ખેતીપ્રધાન દેશના ખેડૂતોએ બારેમાસ અલગ અલગ મુદ્દાઓ પર આંદોલન કરવા પડે છે: ગોપાલ ઇટાલીયા
આમ આદમી પાર્ટીએ બીડું ઝડપ્યું છે કે હવે ગુજરાતમાં ખેડૂતોની સરકાર બનશે: ગોપાલ ઇટાલીયા
ગુજરાતમાં ખેડૂતોને સમસ્યા છે, પરંતુ બુટલેગરોને કોઈ સમસ્યા નથી: ગોપાલ ઇટાલીયા
જેણે અમરેલીમાં ભરબજારમાં એક દીકરીનું સરઘસ કઢાવ્યું એ જેલમાં જવો જોઈતો હતો, પરંતુ એની જગ્યાએ આજે ખેડૂતો માટે અવાજ ઉઠાવનાર રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાં છે: ગોપાલ ઇટાલીયા
30 વર્ષમાં પહેલી વખત કોઈ ધારાસભ્યને જેલમાં મોકલવામાં આવ્યા, ચૈતરભાઈ ધારાસભ્ય બન્યા પછી બે વખત ખોટા કેસમાં જેલમાં જઈને આવ્યા: ગોપાલ ઇટાલીયા
સરકાર નહીં પણ ગાંધીનગરમાં સર્કસ ચાલે છે: ગોપાલ ઇટાલીયા
દોઢ-બે વર્ષ સુધી એક માણસને મંત્રી બનાવીને એ મંત્રીનું પેટ, ખિસ્સું અને ગોડાઉન ભરાઈ જાય, ત્યાં સુધી તેને મંત્રી રાખવામાં આવે છે, ત્યારબાદ બીજાને મંત્રી બનાવવામાં આવે છે: ગોપાલ ઇટાલીયા
ભાજપ સરકારે સરકારી શાળા અને દવાખાનાઓની હાલત ખરાબ કરી દીધી: ગોપાલ ઇટાલીયા
ભાજપની નીતિઓ ખેડૂત, ખેતી અને ગામડા વિરોધી નીતિઓ છે: મનોજ સોરઠીયા
જે લોકો ગુજરાતને લૂંટવાનું કામ કરે છે, એ લોકો ભાજપનો ખેસ પહેરે છે: મનોજ સોરઠીયા
હડદડમાં થયેલ લાઠીચાર્જમાં મહિલાઓ અને બાળકોને પણ છોડવામાં આવ્યા ન હતા: મનોજ સોરઠીયા
ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે કે આવનારા સમયમાં AAPનો સાવરણો જ ચાલશે: મનોજ સોરઠીયા
યુવાનોએ રાજનીતિમાં આવવું પડશે કારણ કે રાજનીતિમાં આવ્યા વગર હવે કોઈ છૂટકો નથી: મનોજ સોરઠીયા
સરકારે ફાંકા ફોજદારી કરી 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું પરંતુ હજુ સુધી 10,000 કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવવામાં આવ્યા નથી: મનોજ સોરઠીયા
ગુજરાતમાં દારૂનું દુષણ છે, ડ્રગ્સનું દુષણ છે, માઇનિંગના માફિયા છે, શિક્ષણના માફિયા છે: મનોજ સોરઠીયા
અમદાવાદ/અમરેલી/ગુજરાત
ખેડૂતો સાથે થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અને ખેડૂતોને ન્યાય અને અધિકાર અપાવવા સહિત અલગ અલગ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા અમરેલી ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું. આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, ગારીયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુ સોલંકી, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, અમરેલી લોકસભા પ્રમુખ કાંતિ સતાસીયા, અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયા, જુનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા, કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જે.ડી.કથિરીયા, ભાવનગર જિલ્લા પ્રમુખ હસમુખ દોમડીયા, જિલ્લા મહામંત્રી શૈલેષ ભાદાણી, જિલ્લા મહામંત્રી હિરેન વિરડીયા, વિધાનસભા ઇન્ચાર્જ રાજેન્દ્ર બારૈયા, વિધાનસભા ઇન્ચાર્જ ઓધવજી પટેલ, વિધાનસભા ઇન્ચાર્જ ભુપત વિરડીયા, વિધાનસભા ઇન્ચાર્જ રાહુલ હરખાણી, વિધાનસભા ઇન્ચાર્જ મોહમ્મદ ઈશાકભાઈ ગાહા સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ ખેડૂત મહાપંચાયતમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને યુવાનો હાજર રહ્યા હતા અને આમ આદમી પાર્ટીને સમર્થન જાહેર કર્યું હતું.
કિસાન પંચાયતમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, આપણા દેશ ખેતીપ્રધાન દેશ છે પરંતુ સરકાર ખેતીપ્રધાન નથી. સરકાર આજે બુટલેગરપ્રધાન થઈ ગઈ છે, એના કારણે ખેડૂતોને બારેમાસ આંદોલન કરવા પડે છે પરંતુ બુટલેગરે કોઈપણ પ્રકારના આંદોલન કરવા પડતા નથી, કારણ કે ગુજરાતમાં બુટલેગરોને કોઈ તકલીફ પડતી નથી. જ્યારે ખેડૂતોને નકલી બિયારણ વિરુદ્ધ આંદોલન કરવું પડે, જમીન સંપાદન મુદ્દે આંદોલન કરવું પડે છે, કડદા પ્રથા વિરુધ્ધ આંદોલન કરવું પડે છે, તો જો દેશ ખેતીપ્રધાન છે અને સરકાર ખેતીપ્રધાન હોત તો ખેડૂતોને આટલી સમસ્યા ન ઉઠાવવી પડતી હોત. ખેડૂતોને વારંવાર અલગ અલગ લાઇનમાં ઊભા રાખી દેવામાં આવે છે. આજે ગુજરાતમાં હજારો લાખો ખેડૂતો દુઃખી થઈ રહ્યા છે. જેના કારણે હવે ઈસુદાનભાઈ, ગોપાલભાઈ, હેમંતભાઈ, રાજુભાઈ, પ્રવીણભાઈ, બ્રિજરાજભાઈ, ચૈતરભાઈ સહિત અનેક ખેડૂતોના દીકરાઓએ બીડુ ઝડપી છે કે હવે ગુજરાતમાં ખેડૂતોની સરકાર બનાવવામાં આવશે.
ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂત માટે લડવા માટે જ્યારે આમ આદમી પાર્ટી આગળ આવી તો ભાજપના ગુંડાઓએ આમ આદમી પાર્ટીને દબાવવાની કોશિશ કરી. બોટાદમાં કડદો થયો અને રાજુભાઈ કરપડાએ એ મુદ્દે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું અને આજે તેઓ જેલમાં છે. તો મારો સવાલ છે કે એમણે શું ખોટું કર્યું છે? હકીકતમાં એ ગુંડાને જન્મ મોકલવાની જરૂર હતી જેણે એક દલિત સમાજના વ્યક્તિને ધમકી આપી કે “કેજરીવાલની સભામાં જઈશ તો ટાંટિયા તોડી નાખીશ”, અમરેલીના બજારમાં જે વ્યક્તિએ એક દીકરીનું સરઘસ કઢાવ્યું એ વ્યક્તિ જેલમાં હોવો જોઈતો હતો પરંતુ એની જગ્યાએ આજે રાજુ કરપડા જેલમાં છે. તમામ કાળા કામ કરનારા અને તમામ હલકા કામ કરનારા લોકોને ભાજપનું રક્ષા કવચ મળેલું છે.ભાજપનું લોકેટ પહેરીને કોઈ વ્યક્તિ બળાત્કાર કરે, દારૂ વેચે, ડ્રગ્સ વેચે તો એને કોઈ સજા થતી નથી. સજાઓ બધી ફક્ત ગરીબો માટે રાખેલી. સરકારી કચેરીમાં જઈને કોઈ વ્યક્તિ એક શબ્દ બોલે તો એને પોલીસ પકડી જાય છે. વર્ષો સુધી આપણે ભાજપ સરકારને મત આપ્યા છે પરંતુ આજે ભાજપ સરકાર આપણી વાત સાંભળતી નથી. નાની નાની વાતમાં લોકોને જેલ મોકલવાની ધમકી આપવામાં આવે છે પરંતુ હવે ગુજરાતનું સદભાગ્ય છે કે જેલથી ન ડરે એવા નેતાઓ ગુજરાતમાં પેદા થઈ ગયા છે, અત્યાર સુધી નેતાઓ એવા હતા જે જેલથી ડરી જતા હતા અને ભાજપમાં જતા રહેતા હતા પરંતુ હવે આમ આદમી પાર્ટીના નેતાઓ જેલથી ડરતા નથી.
આ તકે સભાને સંબોધન કરતાં પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી સત્તામાં રહેલી સરકારે ખેડૂતો,ખેતી, ગામડાઓ ભાંગવાનું કામ કર્યું છે. વર્ષોથી સત્તામાં હોવા છતાં તેમની નીતિઓ ખેડૂત અને ગામડા વિરોધી રહી છે. આજે ગામડામાં જીવવું એ લગભગ મરવા સમાન છે. તમામ જગ્યાએ સુવિધાઓનો અભાવ છે. આવકના સાધનો નથી, ખેતી પર નિર્ભર હોય ત્યારે ખેતીને સદ્ધર કરવાને બદલે સરકાર ખેતીને બર્બાદ કરવાની નીતિઓ અપનાવે છે. આપણે સૌ આ પરિસ્થિતિનો ભોગ બનેલા છીએ. એટલા માટે બોટાદ જિલ્લામાં ખેડૂતોનો પાક માર્કેટમાં પહોંચતા જ કડદો કરીને ભાગ કાપી લેવામાં આવ્યા. ત્યારબાદ બોટાદમાં રાજુભાઈ કરપડાની આગેવાનીમાં કડદા પ્રથા વિરૂધ આંદોલન શરૂ થયું. ત્યારબાદ હડદડમાં ખેડૂતો પર લાઠી ચાર્જ કરી જેલમાં પૂરવામાં આવ્યા. હડદડમાં થયેલ લાઠીચાર્જમાં મહિલાઓ અને બાળકોને પણ છોડવામાં આવ્યા ન હતા. આમ આદમી પાર્ટીનાં આગેવાન રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, રાજુભાઈ બોરખતરીયા આ તમામ આગેવાનો આજે પણ જેલમાં છે. પણ હવે ગુજરાતની જનતાએ હવે સાવરણો પકડી લીધો છે. જનતાએ નક્કી કર્યું છે કે આગામી સમયમાં જ્યારે પણ ચૂંટણી આવશે ત્યારે મોરે મોરો થવાનો છે. માત્ર ને માત્ર સાવરણો ચાલશે.
AAP પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ વધુમાં જણાવ્યું હતું કે બોટાદથી શરૂ થયેલા કડદા પ્રથા વિરોધી આંદોલનના 10 જેટલી માંગણીઓ મૂકવામાં આવી હતી. આ માંગણીઓ લઈને અમે ગુજરાતનાં ખૂણે ખૂણે જવાનું નિર્ધાર કર્યો છે. ત્યારબાદ જામનગર, જામ ખંભાળિયા, તાપી, બનાસકાંઠા, આણંદ અને આજે અમે અહીંયા આપણી વચ્ચે તમારા આશીર્વાદ લેવા આવ્યા છીએ. જાતિ અને ધર્મ ભૂલીને ગુજરાતનાં લોકોને એક છત નીચે લાવવાની આમ આદમી પાર્ટીની પહેલ છે. આપણે સાથે મળીને લડાઈ લડવા માટે નીકળ્યા છીએ અને એટલા માટે જ આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક અલગ પાર્ટી બનીને ઉભરી છે. આમ આદમી પાર્ટી આજે ગુજરાતની જનતા માટે એક આશાનું કિરણ છે. હું આપ સૌને કહેવા માગું છું કે ગુજરાતની ધરતી વાંઝણી નથી. ગુજરાતનાં લોકો પોતાના નેતાઓ પેદા કરશે. પોતાના વચ્ચેથી ગોપાલ ઇટાલીયા, રાજુ કરપડા, પ્રવિણ રામ, બ્રિજરાજ સોલંકી પેદા કર્યા છે. ગુજરાતનું ભવિષ્ય આગામી સમયમાં આવા યુવા નેતાના હાથમાં છે. ગુજરાતમાં જો પરિવર્તન આવશે તો સત્તામાં બેઠેલા નેતાઓની શાન ઠેકાણે આવશે.




