વકફ મિલકતોના રજીસ્ટ્રેશન માટે 6 મહિનાનો વધારો

ગુજરાત વકફ બોર્ડના ચેરમેન ડો.મોહસીન લોખંડ વાલા ગુજરાત ૨૪ ન્યુજ ચેનલ સાથે વાત કરતા જણાવ્યું કે ટ્રિબ્યુનલ કોર્ટમાં વકફ બોર્ડ ગુજરાત તેમજ અનેક મુસ્લિમ સંસ્થાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્યની વકફ મિલકતોને ઉમ્રમીદ પોર્ટલ પર રજીસ્ટર કરવા માટે પૂરતો સમય મળવો જોઈએ. સંસ્થાઓએ દલીલ કરી હતી કે ઘણા વિસ્તારોમાં દસ્તાવેજોની સંગ્રહ પ્રક્રિયા તથા જમીની વિગતો મેળવવામાં સમય વધુ લાગી રહ્યો છે.
કોર્ટમાં થયેલ સુનાવણી અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વકફ મિલકતોના ઉમ્રમીદ પોર્ટલ પર રજીસ્ટ્રેશન માટે 6 મહિના વધારાની સમયમર્યાદા ફાળવવામાં આવી છે.
નવી વધારેલી સમયમર્યાદા અંતર્ગત તમામ વકફ મિલકતો, મસ્જિદો, કબ્રસ્તાનો, દર્ગાહો તથા અન્ય વકફ સંપત્તિઓની વિગતો ઉમ્રમીદ પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટર કરવી ફરજિયાત રહેશે. સરકારએ સ્પષ્ટ કર્યું છે કે વધારાનો સમય મળ્યો હોવા છતાં સંસ્થાઓએ પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવી જરૂરી છે.
વકફ બોર્ડે પણ તમામ મૂતવલ્લીઓને અને સંબંધીત સંસ્થાઓને અપીલ કરી છે કે દસ્તાવેજો, નકશા અને માલિકીની વિગતો સંપૂર્ણ કરીને નિર્ધારિત સમયગાળા અંદર રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરે.આ તકે વકફ બોર્ડ વતી કોર્ટ નો આભાર માનેલ હતો



